Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજામાં રોષ : સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Share

નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવ બનતા હોય છે થોડો વરસાદ પડે અથવા તો પવન ફૂંકાય અને તરત જ વીજપુરવઠો ખોરવાઈ જાય છે સાથે સાથે જો ફોલ્ટ થાય તો તેને બનાવતા ત્રણથી ચાર કલાક સુધીનો સમય પણ નીકળી જાય છે આ બાબતે રાજપીપળાની પ્રજા રોષે ભરાઇ છે. અગાઉ DGVCL ફરિયાદ કેન્દ્ર ઉપર રાત્રે પ્રજાએ હુરિયો બોલાવ્યો હતો પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે રાજપીપળાના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેકટર અને નર્મદા જિલ્લાના રાજપીપળાનાં વીજ કંપનીનાં કાર્યપાલક ઇજનેરને સંબોધતું એક આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હજી અન્ય જિલ્લાઓની જેમ 80 – 90 % વરસાદ પણ નોંધાયો નથી માંડ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે રાજપીપળામાં થોડા છાંટા કે વરસાદ પડે કે તરત જ વીજપુરવઠો બંધ કરી દેવાય છે. અગાઉ પ્રિ મોન્સૂન કામગીરીનાં નામે તંત્ર દ્વારા તાગડધીનના કર્યા હોવાનો આક્ષેપ પણ આવેદનમાં કરાયો છે. ઉપરાંત જણાવ્યું છે કે અધિકારીઓનાં ઘરે ઇન્વેટર કે જનરેટર પણ હોય ગરીબ પ્રજા શુ કરે ? જેવા વેધક સવાલો સાથે નર્મદા જિલ્લાના રાજપીપળાની પ્રજા ન્યાય માંગવા જિલ્લા કલેકટર પાસે પહોંચી હતી ઉપરાંત વીજ કંપનીનો કંમ્પ્લેઇન નંબર પણ વીજ પુરવઠો ખોરવાય ત્યારે બંધ હોય છે ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર યોગ્ય પગલાં લઈ કાયમી નિરાકરણ લાવે તેવી લોકોએ માંગ કરી છે. સાથે જ નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ વીજ કંપનીનાં મુખ્ય ઈજનેરને આવેદનપત્ર આપવા ગયેલ લોકો સામે જ અલ્ટીમેટમ આપ્યું હતું કે ત્રણ દિવસમાં જે કરવું હોય એ કરો ત્યારબાદ ફરિયાદ ન આવવી જોઈએ.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ‘અગ્નિપથ’ યોજનામાં સુધારો કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓને માટે કોરોના રસીના પહેલા ડોઝ બાદ બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થશે : રાજય સરકાર.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

ProudOfGujarat
error: Content is protected !!