હાલ નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યા હોય દુકાનો ખુલ્લી રાખવાના સમય બાબતે સરકારી તંત્ર દ્વારા કોઈ જ જાહેરનામું કે નિયમ બન્યા ન હોય અગાઉના જાહેરનામા મુજબ જ નિયમ લાગુ છે ત્યારે રાજપીપળા વિવિધ વેપારી મંડળે રવિવારે મિટિંગ કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા બાબતે તમામ વેપારીઓએ બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવી ત્યારબાદ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે જાણવા મળ્યા મુજબ આ નિર્ણયથી ઘણા વેપારીઓ નારાજ પણ હતા તેમનું કહેવું હતું કે સમય ઓછો થશે તો ગ્રાહકોની ભીડ વધશે ત્યારે જો લોકહિત માટે નિર્ણય લેવો હોય તો આખો દિવસ દુકાનો બંધ રાખવી જોઈએ અંતે બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છતાં સોમવારથી લાગુ કરાયેલા આ નિર્ણયનો પહેલા દિવસે જ ફિયાસ્કો થયો હોય એમ લાગ્યું કેમ કે શહેરનાં સ્ટેશન રોડ પરની કેટલીક દુકાનો બપોર બાદ બંધ જોવા મળી પરંતુ બાકી બજારોની મોટા ભાગની દુકાનો યથાવત ખુલ્લી રહી હતી.
આમ વેપારી મંડળનાં આ નિર્ણયનો ફિયાસ્કો થયો એમ કહી શકાય. આ બાબતે આજે કેટલાક વેપારીઓએ જણાવ્યું કે વેપારી મંડળે જે નિર્ણય લીધો હતો એના કરતા આખો દિવસ જ દુકાનો બંધ કરવા નિર્ણય લેવાયો હોત તો તેની લગભગ બધા વેપારીઓ અમલ કરત પરંતુ બપોરે 2 વાગ્યા સુધીનો નિર્ણયથી લોકો બપોર સુધી જ બજાર ખુલ્લું હશે એમ કહી પડાપડી કરત જેમાં સોસીયલ ડિસ્ટન્સ પણ નહીં જળવાતું અને કોરોના સંક્રમણ પણ વધવાની શક્યતાઓ વધી હોય માટે અમુક વેપારીઓએ આ બાબતે સહકાર આપ્યો નથી.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળા વિવિધ વેપારી મંડળનાં બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયનો ફિયાસકો..?! રાજપીપળાનાં મુખ્ય બજારો ખુલ્લા રહ્યા.
Advertisement