હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસનાં કારણે સરકારે લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કર્યા બાદ થોડાક દિવસોથી દેશમાં કોરોનાનાં કેસનો જાણે રાફડો ફાટ્યો હોય જેમાં નર્મદા જિલ્લામાં પણ રોજ નવા પોઝીટીવ કેસની સંખ્યા વધતા આ બાબત ચિંતાનો વિષય બની છે. લોકોને થોડીક છૂટછાટ મળતા જ બિંદાસ બની કોરોના સંક્રમણની પરવાહ કર્યા વિના ફરતા હોય જે બાબત આ તબક્કે ગંભીર છે.
ત્યારે તંત્ર ગમે તેટલી છૂટછાટ આપે પણ રાજપીપળાનાં સમસ્ત વેપારી મંડળે હાલમા કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ સોમવારથી રાજપીપળાનાં તમામ વેપારી મિત્રોએ ગ્રાહકોનાં સ્વાસ્થ્યને ધ્યાને રાખી સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી બજારો ચાલુ રાખવા ત્યારબાદ પોતની દુકાનો ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કેટલાક વેપારીઓનાં જણાવ્યા મુજબ આ નિર્ણય તદ્દન ખોટો સંક્રમણની શક્યતા વધશે. વેપારી એસોસિએશનનાં આ નિર્ણય બાદ કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે વેપારી એસોસિએશન દ્વારા દરેક વેપારીનો અભિપ્રાય લેવાયો નથી ઉપરાંત જો સમય ઘટાડવામાં આવશે તો ઓછા સમયનાં કારણે બજારોમાં લોકોનો ધસારો જોવા મળશે જેથી સંક્રમણનો ભય વધુ રહેશે. અત્યારે સમય વધુ હોવાથી ખૂબ સારું અને સ્મૂથ સર્ક્યુલેશન ચાલે છે ત્યારે સમય ઘટાડવાની નર્મદા જિલ્લામાં કોઈ જરૂરત ન હતી અમુક વેપારીનાં કેવા મુજબ કે બજાર બંધ કરો એ સારી વાત છે પણ સવારથી જ બંધ રાખો તો કોરોના સંક્રમણથી તો જ બચી શકાય એક લારીવાળા એ જણાયું કે વેપારીયોનું શુ એ તો સવારે રૂપિયા કમાય લેશે લારીવાળા અને ગલાવાળા તો ભુખા મરી જાય એમને શુ અમારે કયાં જવાનું.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
કોરોનાનાં કેસ વધતા રાજપીપળા સમસ્ત વેપારી મંડળે તમામ દુકાનો સવારે ૭ થી બપોરનાં ૨ વાગ્યા સુધી દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.
Advertisement