Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

Share

રાજપીપળામાં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માંજ ધોવાઈ જાય છે છતાં આ માર્ગ સી સી નહિ બનાવતા વાાહન ચાલકો ને મુશ્કેલી

Advertisement

રાજપીપળા શહેર માં માર્ગ અને મકાન વિભાગ ની હદ માં આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસા ની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા હોય આ ખાડા માં પાણી ભરાય છે. જેના કારણે વાહન ચાલકો ખાડા માં પટકાઈ છે અને તંત્ર ની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે વડીયા જકાતનાકા થી કાળા ઘોડા સુધી નો માર્ગ જો ડામર ની જગ્યા એ સી.સી રોડ બનાવાય તો આ કાયમી તકલીફ નો અંત આવે એમ લોકો નું માનવું છે પરંતુ દર ચોમાસા માં પડતા ભુવા ઉપર માટી અને ત્યારબાદ મેટલ નાખી ડામર પાથરતું તંત્ર દર વર્ષે મરામત પાછળ ખોટો ખર્ચ કરે છે.માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ આ માર્ગ નું કાયમી નિરાકરણ આવે એ માટે ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું.

આરીફ કુરેશી:- રાજપીપળા


Share

Related posts

પીએમ મોદીના માતા હીરાબાના નિધન બાદ મોદી પરિવારએ લોકોને કરી અપીલ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના વોર્ડ નંબર 1 માં ડિજિટલાઈઝ સભ્ય નોંધણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ:૫ત્ની સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર પ્રેમીનો ૫તિ ૫ર હુમલો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!