હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણીમાં લાગી ચૂક્યા છે ત્યારે હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત રહે છે તેવામાં નર્મદા જિલ્લામા યુરિયા ખાતરની અછત હોવાની બૂમ ઉઠી છે. આજે ડેડીયાપાડા ખેડુત સહાય કેન્દ્ર ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. લોક સરકાર દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ પરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર યુરિયા ખાતર લેવા માટે આજે સવારે લાંબી કતારો જોવા મળી હતી જે બાબત ધ્યાને આવતા તપાસ કરતા ખેડૂતો બે બે દિવસ અગાઉ ખાતર લેવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત ખેડૂતોને પૂરતું ખાતર પણ મળતું નથી. એક તરફ લોકડાઉનનાં કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે હાલ ખેતીની સિઝન હોય ખેડૂતો બિયારણ કરી ફરી પોતાની આજીવિકા ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ખાતરની અછતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આજે આ બાબતે લોકસરકારની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ફરિયાદ કરી છે. લોક સરકાર વિરોધ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને વાંચા આપી સરકાર સુધી સમસ્યા પોહચડવાનું એક માધ્યમ છે જેમાં રજુઆત કરી છે. આ રજુઆત ઇ મેલ મારફતે જેતે સંબંધિત મંત્રાલયમાં જશે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા