Proud of Gujarat
FeaturedFashionGujarat

રાજપીપળા નગર પાલિકાનાં ચીફ ઓફીસર કે ચીફ મિનિસ્ટર ?ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

Share

રાજપીપળા નગરપાલિકામાં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસરની જોહુકમી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદારનો પગાર રોકવો નહીં કે નોકરીમાંથી છુટા કરવા નહીં” તેવી અપીલને પણ ફગાવી દઈ રોજમદારોને નોકરીમાંથી કાઢી મુકનાર જયેશ પટેલ વડાપ્રધાનનાં આદેશને ઘોળી ને પી ગયાં..?!! રાજપીપળા નગર પાલિકામાં જાણે સરમુખત્યાર શાસન ચાલતું હોય એમ જણાઈ રહ્યું છે કેમ કે મુખ્ય અધિકારી મનફાવે તેવા નિર્ણય લઈ ગમે ત્યારે ગમે તે કર્મચારીને છૂટા કરી અમુક સ્ટાફ સાથે પણ બેફામ વાણી વિલાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હકીકતમાં અગાઉ આડેધડ રોજમદાર કર્મચારીઓ ફરજ પર મુકાયા હતા એ બાબત સાચી છે પરંતુ હાલ છુટા કરાયેલા અમુક કર્મચારીઓ પૈકી અમુક જરૂરી હોવા છતાં કોઈક કારણોસર મહેકમનું કારણ ધરી છુટા કરાયા છે. જોકે હાલ જે કર્મચારીઓને છુટા કરાયા છે તેમને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના જ અચાનક તગેડી મુક્યા છે સાથે સાથે તેમનો આગલો ત્રણ મહિનાનો પગાર કે જમા ઇપીએફનાં નાણા પણ આપ્યા વિના જ છુટા કરાતા હાલ લોકડાઉનની સ્થિતિએ તેમના પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે આમ એક તરફી શાસન કરતા પાલીકાનાં મુખ્ય અધિકારી છુટા કરાયેલા કર્મચારીઓનો બાકી પગાર અને ઇપીએફનાં નાણાં ક્યારે આપશે એ જોવું રહ્યું. તઘલખી શાસનનો ભોગ બનેલી રાજપીપળાની પ્રજા પાલિકા સત્તાધીશોનાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ગઈ છે, નગરપાલિકા રાજપીપળા બોણી બામણીનું ખેતર હોય તેમ ચાલી રહ્યુ છે.વારંવાર તોછડાઈ અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ચીફ ઓફિસર જયેશ પટેલ ઉપર કોનો હાથ હશે કે કોઈ કંઈ ના બગાડી શકે??? માસ્ક વગર ફરતા ચીફ ઓફિસર ના છાપાઓમાં ફોટા સાથે ના અહેવાલ છતાં તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સામાન્ય નાગરિકોને નિયમ ભંગ બદલ આકરો દંડ તો ચીફ ઓફિસર જયેશ પટેલને કેમ નહિ..?? આ બાબત પણ ટોક ઓફ ઘ ટાઉન બની હતી. નગરપાલિકા રાજપીપળામાં એક હથ્થુ વર્ચસ્વ ધરાવતાં ચીફ ઓફિસર જયેશ પટેલ આગળ સત્તા અને વિપક્ષ શિર્ષાશનની મુદ્રામાં આવી ગઈ હોય તેમ રાજપીપળાની પ્રજામાં ભારે ચર્ચાનું કેન્દ્ર છે.આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. આ બાબતે પાલીકાનાં મુખ્ય અધિકારી જયેશ પટેલને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે પગાર માટે પાલીકા પાસે પૈસા જ નથી તો ક્યાંથી પગાર થાય..? અને રોજમદારોને છુટા કરતા પહેલા કોઈ નોટીસ આપી હતી એ સવાલ ના જવાબમાં જયેશ પટેલે જણાવ્યું કે મારે આ બાબતે રેકર્ડ જોવો પડશે કે નોટિસ આપી કે નહીં અને લોકડાઉનમાં મોદી સરકારે એવી જાહેરાત કરી હતી કે કોઈને નોકરીમાંથી કાઢવા નહિ એ સવાલ પૂછતાં તેમણે ફોન મૂકી દીધો હતો.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

કાશિકા કપૂરના વખાણનો પૂલ, દિગ્દર્શક વિક્રમ રાયે અભિનેત્રીના ડેબ્યૂ પર કહ્યું આ મોટી વાત.

ProudOfGujarat

નડિયાદના ટુંડેલ ગામે મકાનમાં ઝેરી સાપ દેખાતા નાસભાગ મચી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનારાઓને ફૂલ આપી માસ્ક પહેરવા કરાયો અનુરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!