રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું પાલીકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય હોય જેમાં રોડ પર બેફામ રખડતા આંખલા કે જે અવાર નવાર બાથ બીઢતા હોય ક્યારેક રાહદારીઓ કે સ્થાનિકો માટે જોખમકારક સાબિત થઈ શકે તેમ છે. છતાં તંત્ર જાણે કોઈનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહેલું જણાઈ છે. રાજપીપળાનાં મોટાભાગના વિસ્તારોમાં આંખલાનોની સાથે બળદ,ગાય,કૂતરા સહિતનાં રખડતા જાનવરો ખુબ મોટી સંખ્યામાં જોવા મળવા છતાં તંત્ર અંધા કાનૂનની માફક આંખે પાટા મારી તમાશો જોતું હોય એમ કોઈજ કાર્યવાહી કરતુ નથી. રાજપીપળા નગર પાલિકા દ્વારા અગાઉ યુદ્ધના ધોરણે આખલા સહિતનાં જાનવરો પકડવા અભિયાન હાથ ધરાયુ હતું પરંતુ થોડા સમયમાં જ આ કામગીરીનો આ કામગીરી જાણે અભરાઈ પર મુકાઈ ગઈ હોય તેમ હાલ તંત્ર જાણે ભૂગર્ભમાં ઉતરી પડ્યું હોય એમ અધિકારીઓની નજર સમક્ષ જ આ જાનવરો જોવા મળવા છતાં આંખ આડા કાન કરાય છે.તાજેતરમાં જ કલેક્ટર કચેરી ખાતે મળેલી રોડ સલામતીની બેઠકમાં પણ રખડતા જાનવરોનાં મુદ્દે નોંધ લેવાઈ હતી છતાં આ મુદ્દો માત્ર કાગળ પર જણાઈ છે. જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય આગેવાનો પણ આ બાબતે મૌન સેવી બેઠા હોય આખરે ચૂંટણીમાં મત આપી ભરોસો મુકતી પ્રજાએ આવી તકલીફો સહન કરવી પડે છે ત્યારે ભાજપની સત્તામાં રાજપીપળામાં જાણે જાનવરોનો વિકાસ થતો હોય એમ લાગી રહ્યું છે. જેમાં અંતે તો પ્રજા જ પરેશાન થઈ રહી છે.દરેક બાબતે કડક વલણ બતાવતા પાલિકાનાં ચીફ ઓફિસર જયેશ પટેલ આવી ગંભીર સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવવા કામગીરી કરાવે તેવી સ્થાનિકોની માંગ છે. અગાઉ જાનવરો પકડી દૂર જંગલમાં છોડી મુકવામાં આવતા હતા તેથી તેનો વિરોધ થયો હતો. પરંતુ તેને કરજણની ગૌશાળા કે અન્ય જગ્યાની પાંજરાપોળમાં મુકાય તો જાનવરો પણ સલામત રહશે માટે આ દિશામાં પણ પ્રયાસ કરાય તો કોઇ વિરોધ પણ ન થાય માટે પાલિકા તંત્ર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લે એ જરૂરી છે. જિલ્લા કલેક્ટર આવી ગંભીર બાબતે અંગત રસ દાખવે તો આ તકલીફ જરૂર દૂર થશે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા