લોકડાઉનમાં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે પધરામણી દીધી છે. ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે ભારે પવનો સાથે રાજપીપળામાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. કેટલાક લોકોએ પ્રી મોન્સૂનની તૈયારીઓ ન કરી હોય ઘરોમાં વાછટ આવતા પાણી ઘુસી ગયા હતા જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ વરસતા ધરતી પુત્રો પણ આનંદમય બન્યા છે. ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ તેમજ નર્મદા ડેમમાં પણ પૂરતું પાણી છે ત્યારે આગામી ચોમાસામાં વધુ પાણીની આવક થશે ત્યારે ડેમ પણ છલોછલ ભરાઈ જવાની આશા છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
Advertisement