નર્મદા બાર એસોસિએશન દ્વારા લોક ડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો તબક્કા વાર ચાલુ કરવા ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજને રજૂઆત કરવામાં આવી છે. નર્મદા બાર એસોસિયેશનનાં પ્રમુખ વંદનાબેન આઈ ભટ્ટએ તેમની રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાની મહામારી તીવ્ર ગતિએ આપણા ભારત દેશમાં કહેર મચાવ્યો છે. તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટ અને તેના તાબા હેઠળની અદાલતો લોકડાઉનનાં સમય દરમિયાન સંપૂર્ણ રીતે બંધ છે. જે આજદિન સુધી ન્યાયતંત્ર જાહેર જનતા કે વકીલ માટે ખુલ્લુ મુકવામાં આવેલ નથી જેનાથી જાહેર જનતાને તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સાથે ન્યાય માટે વલખા મારવાની સ્થિતિ ઉત્પન્ન થયેલ છે.આ પરિસ્થિતિમાં વકીલોની હાલત ખુબ જ દયનીય તેમજ કફોડી થયેલ છે, સામાન્ય રીતે વકીલોને રોજનું રોજ કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે. આ સંજોગો જોતા કે મેન્યુઅલ ફાઇલિંગ,દલીલોના કામો, લેખિત જવાબો,પેમેન્ટના કામો, નાની મેટરો શરૂ કરાવવા બાબત તેમજ સૌથી મહત્વની બાબત કે જે એરીયા જેવા કે તાલુકા વિસ્તારનાં જિલ્લાઓ એવી જગ્યા કોરોનાની પરિસ્થિતિ નહિવત છે. માટે નર્મદા બાર એસોસીએશનની રેગ્યુલર કોર્ટ તબક્કાવાર ચાલુ કરવા ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજને આ રજુઆત કરી છે. રાજપીપળાનાં સિનિયર વકીલ મકબુક જી કુરેશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનાં કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરથી પુરા ભારત દેશ સહિત ગુજરાતની નર્મદા જિલ્લાની કોટો બંધ છે અને કોટો બંધ હોવાના કારણે બધા જ પક્ષકારોને તકલીફ પડી છે સાથે સાથે કોટો સાથે સંકળાયેલા વકીલ સમાજ ખુબ જ આર્થિક ભીંસમાં આવી ગયેલા છે અને જ્યારે સરકારે તમામ કચેરીઓ તમામ જાહેર સ્થળો શરતોનાં આધીન ખોલવામાં આવેલા છે અમારી વકીલ સમાજની લાગણી છે કે બોર્ડ નિયમો અને શરતોને આધીન સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થાય એ માટે અને વકીલો ઉપર લેવર રજૂઆત કરીએ છીએ અને અમારા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાનાં પ્રમુખ બાર એસોસિયનનાં શ્રીમતી વંદના બેન ભટ્ટ તમારા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને એમના પ્રયત્નોને મંડળનાં તમામ સભ્યો એમની સાથે છે અને આ રીતે જો રજૂઆતો સાંભળીને કોર્ટ ખોલવામાં આવશે તો અમે વચન આપીએ છીએ અને સુપ્રીમ કોર્ટનાં અનાદર હાઇકોર્ટ તમામ ગાઇડલાઇન મુજબ કામ કરવા તૈયાર છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.