Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં તિલકવાડા મામલતદારે સરપંચનું અપમાન કરતા સરપંચ પરિસદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

નર્મદા જીલ્લાનાં તિલકવાડા તાલુકાનાં કંથરપુરા ગામમાં ૨૯ મી જૂને પાણીની સમસ્યા બાબતે ગયેલા તિલકવાડા મામલતદાર પી.કે.ડામોર દ્વારા ગામની મુલાકત વખતે ગ્રામજનો અને મહિલા સરપંચ સાથે ગામમાં પાણીની તકલીફ બાબતે ચર્ચા દરમિયાન મામલતદારએ મહિલા સરપંચ મંજુલાબેન બારીયાનું અપમાન કરી તેમના પતિ દલસુખભાઈ બારીયાની ફેટ પકડી અપશબ્દો બોલી તેમને અપમાનિત કર્યા હોઈ આ બાબત યોગ્ય નથી માટે મામલતદાર ડામોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તિલકવાડા તાલુકાની તમામ ગ્રામપંચાયતનાં સરપંચો દ્વારા નર્મદા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે જો તેમના વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો તમામ સરપંચ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદલન કરવામાં આવશે.આ રજુઆતમાં સરપંચ સમિતિ નર્મદા ઝોનનાં પ્રમુખ નિરંજનભાઈ વસાવા સહિતનાં સરપંચો હાજર રહ્યા હતા. મહિલા સરપંચ અને તેમના પતિનાં અપમાન બાબતે મામલતદાર ડામોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી કોઇ ઘટના બની નથી તમે ગ્રામજનો કે ડેપ્યુટી સરપંચને પૂછી શકો છો પરંતુ હકીકતમાં સરપંચે જે બોર કરાવ્યા છે જેમાં રૂ.૧.૪૦ લાખનાં મોટર ના બિલો રજૂ કર્યા નથી અને સરપંચે ઉચાપત કરી છે માટે આ ખોટા આક્ષેપ કરે છે તેમ મામલતદાર ડામોરે જણાવ્યું હતું.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

‘સબ ચંગા હૈ’ ભરૂચ : જિલ્લા અને શહેરની જનતાને ખાડામય રોડમાંથી મુક્તિ અપાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

માંડલ તાલુકાના જાલીસણા ગામમાં આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીકનો શુભારંભ કરાયો

ProudOfGujarat

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!