Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં હવે વ્યાજખોરોની ખેર નથી નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય કાર્ય.

Share

રાજપીપળામાં ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે જેમાં થોડાક સમય અગાઉ જ એક ગરીબ વ્યક્તિએ વ્યાજખોરોનાં ત્રાસથી આત્માહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. સામાન્ય વ્યાજ દર કરતાં ખૂબ ઊંચા ભાવે કેટલાક વ્યાજખોરોની લેણદાર પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપીને પૈસા પડાવવાનો ધંધો બેફામ ચાલતો હતો જેમાં કેટલાક જરૂરીયાતમંદ લોકો આવા લૂંટારાઓનાં ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હતા.
અંતે વ્યાજે નાણા લેનાર વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી તોબા પોકારી ઉઠતા કેટલીક વખત તો તેમના અસહ્ય ત્રાસનાં કારણે મજબૂર થઈને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર થતા હતાં જેથી આવા વ્યાજખોરોનાં ત્રાસને ડામવા તેમજ પઠાણી ઉઘરાણી કરતા લોકોને બરાબર શબક શીખવવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા એક પ્રજાજોગ અપીલ કરાઇ છે જેમાં જણાવ્યું છે કે કોઈ વ્યાજખોરો હેરાન કરે, પઠાણી ઉઘરાણી કરે, ઘાક ધમકી આપે તો એ બાબતે નર્મદા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનાં 100 નંબર ઉપર કોલ કરો અને ફરિયાદ લખાવો પોલીસ આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ત્યારે જિલ્લા પોલીસ વડાનાં આ ફરમાનથી હવે વ્યાજખોરોનો ત્રાસ બંધ થશે જેથી પોલીસ વડાનો આ અભિગમ મધ્યમ,ગરીબ વર્ગનાં જરૂરીયાતમંદોને આત્મહત્યા જેવું પગલું ભરતા જરૂર અટકાવશે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં યોગી એસ્ટેટના ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલના ડ્રમ ઝડપી પાડતી રૂરલ પોલીસ

ProudOfGujarat

વાંકલનાં ઝંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

સુરતનાં રિંગરોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી, છોડાવવા વચ્ચે પડેલા લોકોને પણ ધક્કે ચઢાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!