રાજપીપળા નગરપાલિકા એક પછી એજ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. હાલ ઘણા દિવસોથી વેરા વધારા મુદ્દે વિવાદમાં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળાનાં ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે જેથી પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થયું છે હદ તો ત્યારે થઈ છે જ્યારે ૧૦ વર્ષથી ગંદકીનું નિરાકરણ ન આવતા ખુદ સાંસદે પાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર લખવો પડ્યો છે. મનસુખભાઇ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળામાં રાજેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે જેના કારણે ખૂબ ગંદકી થાય છે કીચડ થવાના કારણે મહાદેવ મંદિર, દુર્ગા મંદિર, જલારામ મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ કલરવ વિદ્યાલયમાં ભણતા ભૂલકાઓ અને આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. સોસાયટી સહિત બધા જ લોકોને ખૂબ તકલીફ પડે છે આ સ્થિતિ છેલ્લા દસ વર્ષથી છે આ વિસ્તારનાં નગરપાલિકાનાં સેવકોને લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નથી જેથી મારે આપને પત્ર લખવો પડ્યો છે તેથી આપને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી તાત્કાલિક પાણી નિકાલની ચોમાસા પહેલા ઉકેલ લાવે તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગંદકી મુદ્દે ખુદ સંસદનાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી સમસ્યા હોય તો સામાન્ય માણસોની શું પરિસ્થિતિ હશે તેવી લોકચર્ચા થઈ રહી છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.