શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના સારથી તરીકે 25 વર્ષ પૂરા કરતા સહકારી ક્ષેત્રનાં આગેવાન ઘનશ્યામ પટેલને સભાસદોનો આભાર માન્યો હતો. ઘનશ્યામભાઈ પટેલે ખાંડસરી ફેકટરીનું સુકાન 1995 થી નર્મદા સુગરમાં સત્તાનું સુકાન મેળવ્યું.જેમાં માત્ર 67000 મેટ્રિક ટન શેરડીનુ પીલાણ થતું હતું.તેને આજે 8 લાખ મેટ્રિક ટન શેરડીનાં પીલાણ સુધી પહોચાડ્યું. ઘનશ્યામભાઈ પટેલે 22000 સભાસદોનો વિશ્વાસ સંપાદન કર્યો અને નર્મદામા ઓર્ગેનિક શેરડીનાં વાવેતર માટે નવતર પ્રયોગો કરી ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની સમજ આપવા કેટલાય સેમિનાર પણ કર્યા.ઓર્ગેનિક શેરડીનું પીલાણ કરી ઓર્ગેનિક ખાંડનુ ઉત્પાદન કરી વિદેશોમાં ખાંડ એક્સપોર્ટ કરી અને ખેડૂતો પાસે શેરડીનુ વધુ વાવેતર કરાવી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપી ભરૂચ નર્મદાના અસંખ્ય ખેડૂતોનું જીવનધોરણ ઉંચુ લાવવામા પણ ચેરમેન ઘનશ્યામ પટેલનુ યોગદાન મહત્વનુ રહ્યુ છે.
નર્મદા સુગરને 14 જેટલા નેશનલ અવોર્ડ અને બે રાજ્યકક્ષાનાં મળી કુલ 16 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. ભરૂચ નર્મદાનાં ખેડુતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલે પાંચ ટર્મ સુધી ચેરમેન તરીકે 25 વર્ષ પૂરા કરતા એમના તમામ સમર્થકો એમને અભિનંદન આપવા પહોંચ્યા હતા. જેમાં મુસ્લિમ અગ્રણી રમઝાન બલૂચી આદિલ લિયાકત બલુચી આસિફ તાઈ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણી અભિનંદન આપ્યા હતા.
મોન્ટુ શેખ, રાજપીપળા