રાજપીપળા નગર પાલિકામાં વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘનાં પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિતનાં સભ્યો દ્વારા મુખ્ય અધિકારી જયેશ પટેલને ત્રણ મહીનાથી બાકી પડેલા પગાર અને પી.એફનાં બાકી નાંણા સફાઈ કામદારોનાં ખાતામાં વહેલી તકે જમા કરાવવા અને 10 થી 15 વર્ષ જેટલાં સમયથી ફરજ બજાવી રહેલાં હંગામી કર્મચારીઓને આવનારી બોર્ડ મિટીંગમાં કાયમી કરવાની દરખાસ્ત મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થોડાં સમય પહેલાં જ બાકી પગાર મુદ્દે હડતાળ પડી હતી અને વિવાદ થયો હતો, ત્યારે નગરપાલિકા પાસે સ્વભંડોળ નહીં હોવાના કારણે રોજીંદા કર્મચારીઓનો પગાર સમયસર નથી થઈ રહ્યો તેવું રાગ આલાપવામા આવ્યો હતો. ત્યારબાદ કર્મચારી મંડળનાં આગેવાનો આવીને મામલો થાળે પાડ્યો હતો,અને હવે પછી સમયસર પગાર કરાશે તેવુ આશ્વાસન આપી હડતાળ સમેટાઈ હતી પરંતુ ફરી એકવાર પગાર અને પી.એફનાં બાકી નાંણાનો મામલો સામે આવતા આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. રોહિત ભાઈ સોલંકી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા સફાઈ કર્મચારીનો ચાર ચાર મહિનાથી પગાર થતો નથી આવી મોંઘવારીમાં અને આવી કારગર મોંઘવારીમાં સફાઈ કામદારો કામ કરે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જો કોરોના રોગ નીકળ્યો છે એવા રોગની વચ્ચે રહીને અમારા અમારું સમાજ કામ કરે છે અને ચાર મહિનાથી અમારો પગાર થતો ના હોય અમારો સમાજ જીવે કેવી રીતે એના માટે આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે. ચિફ ઓફિસર સાહેબે કીધુ છે કે ટૂંક સમયમાં તમારો પગાર કરી દઈએ છે આવી હૈયા ધારણ આપી છે અમે ચાર પાંચ દિવસ રાહ જોઈ છે હવે પગાર નહીં થાય તો અમે પાછા આંદોલન કરી શુ અને આગળ બે વાર આંદોલન કરી ચુક્યા છે. અગાઉ ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવા અમારી ભલામણ કરીને અમારી જોડે રૂબરૂ આવીને અમને ત્રણ મહિનાનો પગાર મનસુખ ભાઈ વસાવાએ અપાવ્યો હતો. ગામની આવક ઓછી હોય તો અન્ય કોઈપણ ગ્રાન્ટમાંથી પગાર આપો 14 માં નાણાપચમાંથી આપો તમે પૈસા આપશો તો અમે જીવીશું તમે પૈસા નઇ આપો તો અમે જીવવાના કેવી રીતે સફાઈકર્મચારી તમારા છે જો તમે તમારા સફાઇ કર્મચારીનાં પગાર ના કરતા હોય તો પછી અમારે અમારી નોકરી છોડી દેવી પડશે અને નગરપાલિકાને તાળા મારવા પડશે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.