Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના મહામારી વચ્ચે રાજપીપળાનાં વડફડીયા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય.

Share

રાજપીપળા નગરપાલિકા એક પછી એક વિવાદોમાં સપડાયેલી રહે છે. હાલ કોરોના મહામારી ચાલી રહેલ છે ત્યારે કોરોના સામેની લડાઈમાં સ્વચ્છતા પણ એક મહત્વનું પાસું છે ત્યારે નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં સ્વચ્છતા બાબતે પાલિકાનું ઉદાસીન વલણ જણાય રહ્યું છે. વડફડીયા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સાથે સાથે લોકોનાં સ્વાસ્થ્ય સામે ગંભીર સમસ્યા ઉભી થઇ છે ઘણા દિવસોથી સાફ સફાઈનો અભાવ છે. ઉપરાંત ગટરોમાં ગંદકીનાં કારણે ભારે દુર્ગંધનાં કારણે રહીશો હેરાન થઈ ગયા છે. આ બાબતે રહીશો જણાવે છે કે ગટરોની સાફસફાઈ નિયમિત થતી નથી. ઉપરાંત રોજ સાફસફાઈ કરવા આવે તે ગટરો સાફ કરતા નથી તેમને કહેવામાં આવે તો ગટર સાફ કરવા અન્ય બીજા આવશે તેમ જણાવે છે. ઉપરાંત પાલિકાનાં સુપરવાઇઝર ફરક્યું કરવા આવતા નથી જેથી પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાનાં સત્તાધીશો કોરોના મહામારીમાં સ્વચ્છતા અંગે જાગૃત બને અને ગંભીરતાથી પગલાં લે તેવી પ્રજાજનોની લાગણી છે. વોર્ડ નંબર એકનાં સભ્ય સાથે સફાઈનાં મુદ્દે પત્રકારે વાત કરતા એમને જણાયું કે આ લોકો કોઈ સાંભળતા જ નથી અને ચિફ ઓફિસર તો ફોન જ ઉચકતા જ નથી અને એ લોકો કામ જ નથી કરતા અને પાણી તો બિલકુલ જ નથી છોડતા મેં થાકી ગયો છું. આ લોકોથી કઈ જવાબદારી લેવા તૈયાર જ નથી હું શુ કરું એમના માટે એ તમે કઈ કહો મેં હમણા જ રજુઆત કરું વડફિયા માટે રજુઆત કરું છું પણ સુપર વાઇઝર ફોન ન જ નથી ઉપડતો 7 થી 8 વાર રીંગ કરી છે. ચિફ ઓફિસરને મેં હમણાં ફોન કર્યો તો ફોન નથી ઉપાડતો કાછીયાવાડ અંબાજી મંદિર કુંભારવાડ વિસાવાગા લિડોડીયા ફળિયા કસ્બાવડ વડફળિયું આ ફળિયાનાં લોકો મને પાણી માટે રોજ જ ફોન કરે છે પણ આ લોકો કોઈ સાંભળવા માટે ત્યાર જ નથી ચિફ ઓફિસર આવું કહે છે કે માણસ રોકવાનું ના કહે છે સુપરવાઈઝર આવું કહે છે બે ત્રણ માણસથી કામ શુ થાય આવું છે. આવી બધી વાતો કરે છે પેલા પેલાનું નામ દે છે કઈ સમજતા નથી કોઈને પડતી જ નથી અને સભ્યોનું તો કઈ સાંભળતું જ નથી બે ત્રણ જણનું જ સાંભળે છે જે દાદાગીરી કરે છે એનુ જ સાંભળે છે ખાલી સભ્યને તો આંગળી ઉંચી કરવા બોલાવે છે.

રિપોર્ટર,
રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

જન્મોજનમ સુધી એકબીજાના બની જઇએ આપણે પ્રેમના સબંધને વધુ મજબુત કરીએ…

ProudOfGujarat

ભરૂચ ના દહેજ સ્થિત ઓપેલ કંપની સામે નોકરી મામલે સુવા ગામ ના લેન્ડલૂઝર્સ આજ રોજ સવાર થી ધરણા ઉપર બેઠા હતા.

ProudOfGujarat

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!