Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ નિમિતે પરિવાર જનો એ બ્લડ ડોનેટ કર્યું

Share

નર્મદા જિલ્લો જયારે ભરૂચ જિલ્લા માં હતો ત્યારે આ જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ હતી ત્યારે તેમના કુટુંબીજનોએ તેમની આ પુણ્યતિથિ દર વર્ષની જેમ રક્તદાન કરી ને ઉજવી અને આ પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી હાલ કોરોના ની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા રેડક્રોસ માં બ્લડ ની ખુબજ અછત રહે છે અને ગ્રામ્ય વિસ્તાર માં બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકતા નથી ત્યારે કોરોના ના આ કપરા કાળ માં દેશમુખ પરિવારે પરિવારની દીકરી પુત્રો અને પુત્રવધૂઓ સહીત મિત્ર મંડળ સાથે રક્ત દાન કરી આગામી દિવસોમાં જરૂરિયાત વાળા દર્દીઓને રક્ત પૂરું પાળીશકય તે માટે નો પ્રયત્ન કર્યો આ અંગે ઇન્ડિયન રેડક્રોસ નર્મદા ના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે હાલ ચાલી રહેલા કોરોના ના કપરા સમય માં પછાત અને આદિવાસી નર્મદા જિલ્લા માં રક્ત ની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે ત્યારે અમારા પરિવાર દ્વારા આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓ ને કામ લાગે તે હેતુ થી રક્તદાન કર્યું.

મોન્ટુ શેખ:- રાજપીપળા

Advertisement

Share

Related posts

NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થી માટે અલગથી વેકશીનેશન સેન્ટર ઉભું કરવા બાબતે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

ProudOfGujarat

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!