રાજપીપળા ના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું કેવડિયા કોલોની કોરોના માટે હોટસ્પોટ બન્યું છે. જેને લઈને લોકોમાં ફફળાટ ફેલાયો છે અને નર્મદા જિલ્લામાં છેલ્લા 100 દિવસથી વધુના કોરોનના સમયમાં જિલ્લામાં બહારથી સંક્રમિત થઇને આવેલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા.ત્યારે નર્મદા જિલ્લામાં 33 કેશ 17 જૂન સુધી હતા બાદમાં સુરત ખાતે લોકડાઉનમાં ફરજ બજાવત કેવડિયાના એસ.આર.પી ગ્રુપ 18 ના જવાનો ગયા હતા. અનલોક-1 દરમિયાન ત્રણ ટુકડી કેવડિયા પરત આવી હતી.જેમાં કેટલાક એસ.આર.પી જવાનો સંક્રમિત હતા. જેમનાથી એક બીજાને ચેપ લાગ્યો અને 17 મી જૂનના રોજ 1 એસ.આર.પી જવાન કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કેવડિયા ધામા નાખ્યા હતા. કેવડિયાને કોરન્ટાઇન ઝોન જાહેર કર્યા બાદ એક પછી એક જવાનો અને તેમના પરિવારોનું ચેકીંગ કરતા કેસો વધતા ગયા આજે 27 જૂન સુધી ફક્ત 10 દિવસમાં જિલ્લાના 33 કોરોના પોઝિટિવ કેસો માંથી વધીને આંકડો 85 પર પહોંચી ગયો.એટલે 10 દિવસમાં 52 કેસો નોંધાયા જેમાં 50 કેસો કેવડિયાના જ છે. એટલે નર્મદા જિલ્લામાં હાલમાં કેવડિયા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. હાલ બીજા એક એક એસ.આર.પી જવાનનો પરિવાર પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે 27/6/2020 ના રોજ COVID -19 માટે કુલ 3 કેસ પોઝિટિવ છે.
1) સોનલબેન જગદીશ ભાઈ ખાટ ઉ.વ.30
રહે.એસ.આર.પી કેમ્પ કેવડિયા કોલોની.
2) સંગીતાબેન સુરેશભાઈ પટેલીયા ઉ.વ.30
રહે.એસ.આર.પી કેમ્પ કેવડિયા કોલોની.
3) અંજનબેન સુરેશભાઈ પટેલીયા ઉ.વ.10 વર્ષ
રહે.એસઆરપી કેમ્પ કેવડિયા કોલોની.
આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ ને રાજપીપળા ની કોવિંડ 19 હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવાયા હતા.
મોન્ટુ:- રાજપીપળા