નર્મદા જિલ્લાનાં પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિ:શુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે તે હેતુસર જિલ્લામાં ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેને આજે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, જિલ્લા પંચાયતનાં ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિનાં ચેરમેન શંકુતલાબેન વસાવા, જિલ્લાનાં પશુપાલન અધિકારી.ડૉ. જે.આર.દવે, ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાનાં નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.વી.વસાવા તથા પશુપાલન સ્ટાફ અને GVK નાં પ્રતિનિધિની ઉપસ્થિતિમાં રિબીન કાપીને ૧૯૬૨ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કલેકટર કચેરીનાં સંકુલમાંથી લીલી ઝંડી ફરકારવીને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે જિલ્લાનાં પશુપાલન અધિકારી ડૉ.જે.આર.દવેએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં પશુપાલકોને નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી GVK દ્વારા પી.પી.પી મોડલથી ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
ત્યારે નર્મદા જિલ્લાને આજે ૩ મોબાઇલ પશુ દવાખાનાની પ્રથમ તબકકાની ફાળવણી થતાં મોબાઇલ વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી પશુપાલકો ૧૯૬૨ ટોલ નંબર પર ફોન કરી તેમના પશુઓને ૩૬૫ દિવસ સવારે ૭:૦૦ થી રાત્રે ૭:૦૦ કલાક સુધી ઘરે બેઠા નિ:શુલ્ક પશુ સારવાર કરાવી શકશે. આ યોજના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જિલ્લામાં આવી કુલ ૧૬ મોબાઇલ પશુ દવાખાનાની મંજુરી મળેલ છે તેનાથી જિલ્લાનાં કુલ ૧૬૦ ગામોના ૧ લાખથી વધારે પશુઓને સારવાર મળી રહેવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, જિલ્લાનાં ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિનાં ચેરમેન શંકુતલાબેન વસાવાને મોબાઇલ પશુ દવાખાના યોજનાની જિલ્લાનાં પશુપાલન અધિકારી ડૉ. જે.આર.દવે ઉપલબ્ધ સુવિધાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળા : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ ત્રણ ૧૯૬૨ મોબઇલ પશુવાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું.
Advertisement