હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણે આપણા સ્વાસ્થય અને જીવની સુરક્ષા માટે એકદમ સતર્ક છે આપણી સલામતી માટે આપણે પોતે પણ જાગૃત છીએ અને તંત્ર પણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. બીજી તરફ રાજપીપળામાં મૂંગા પશુઓની હાલત દયનિય બની છે સમસ્યા એ છે કે પશુઓને તેમના માલિકો દ્વારા છુટ્ટા રખડતા છોડી મુકવામાં આવે છે જેથી ક્યારેક અકસ્માતનાં કારણે પશુઓ ઇજાગ્રસ્ત બને છે અને ગંભીર ઇજાનાં કારણે ક્યારેક મૃત્યુ પણ થાય છે તો કેટલીક ઝેરી ચીઝ વસ્તુઓ ખાઈ લેતા મૂંગા પશુઓ મોત ને ભેટે છે. અગાઉ આ રીતે રાજપીપળામાં એક પછી એક બેથી ત્રણ ગાયોનાં મોત થયાં હતાં ઉપરાંત અનેકવાર જાહેર રસ્તાઓ ઉપર ઢોરોનું યુદ્ધ પણ થાય છે જેમાં સામાન્ય માણસોને નુકશાન ભોગવવાનો વારો આવે છે. આ બાબતે પાલિકા ગંભીર કેમ નહીં….??? અત્રે ઉલ્લેખનીય છે કે જો આવા રખડતા ઢોરોનાં માલિકો ઉપર રાજપીપળા પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા બિનજવાબદાર લોકો સીધા થાય પાલિકા આવા ઢોર માલિકો ઉપર સખત કાર્યવાહી કરે એ ખૂબ જરૂરી બન્યું છે. આ બાબતે રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારા ધ્યાને આવશે તો કાયદા અનુસાર કાર્યવાહી કરીશું રોડ ઉપર ઢોર રખડતા મુકતા મલિક આઇડેન્ટિફાઈ થશે તો પોલીસ અને પાલિકા સંયુક્ત કાર્યવાહી કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આપ મેળે કોઈ પશુ માલિક પાલિકા પાસે આવીને ઓળખાણ ન આપે કે “હું આ પશુનો મલિક છું” પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં રાખવામા આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા