સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ ઉપર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા થયેલા હુમલાની ગુજરાતભરમાં નિંદા થઈ રહી છે ત્યારે રાજપીપળાનાં બ્રહ્મ સમાજ કથાકારો બ્રાહ્મણો તેમજ મંદિરનાં પૂજારીઓએ આ હુમલાની ઘટનાને વખોડી કાઢયું હતું. તેમજ સખત કાયદેસર પગલાં લેવાય તેવી માંગણી સાથે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાને રાજપીપળાનાં તમામ બ્રહ્મસમાજ, કથાકારો તેમજ મંદિરનાં પૂજારીઓએ વખોડી કાઢી છે. મોરારી બાપુ બહુજન સમાજની લાગણી અને માંગણીને માન આપી પોતાના વક્તવ્ય બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં માથું ટેકવી માફી માંગવા આવ્યા હતા જેમણે દુનિયાભરમાં રામકથાનો ડંકો વગાડ્યો છે તેવા મોરારી બાપુ ઉપર હુમલો કરવાનો વિચાર અવવો એના જેવી જઘન્ય ઘટના કોઈ ન હોઈ શકે. કથાકાર તરીકે મોરારીબાપુ ધર્મ ભાવનાને જાગૃત કરે છે સાથે સાથે જ સમાજને સુધારવાનું કામ પણ કરે છે તેમની કથાથી કેટલાય લોકો નવપલ્લીત બન્યા છે. પબુભા માણેક જેવા વ્યક્તિએ સુપ્રીમ કોર્ટનાં આદેશથી હતપ્રભ બની એક સંત ઉપર હુમલો કરી પોતાની હતાશા કે આક્રોશ ઠાલવ્યો છે જે ચલાવી લેવાય નહીં હુમલો કરનાર પબુભા ઉપર સરકાર કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરે તેવી રાજપીપળા સંત સમાજે માંગ કરી છે.
રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર થયેલ હુમલાનાં વિરોધમાં નર્મદા જિલ્લા કલેકટરને રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું.
Advertisement