પરેસ ભાઈ માછી અને અક્ષયભાઈ તડવી નામનાં યુવાનો તિલકવાડાનાં મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદીમાંથી બહાર નિકળીને મણિનાગેશ્વર મંદિર નજીક મગર આવી પહોંચતા તેમણે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવીને તિલકવાડા લોકલ રેસ્ક્યુ ટીમનાં નીરવ તડવીને જાણ કરી હતી. નીરવ તડવી તાત્કાલિક સ્થડ ઉપર પહોંચીને મગરને રેસ્ક્યુ કરીને ઝડપી પડ્યો હતો અને તિલકવાડાં ફોરેસ્ટ ખાતાનાં હરપાલ સિંહ ગોહિલ અને કેવડીયા આર.એફ.ઓ વિક્રમ સિંહ ગભાણાને જાણ કરી હતી. તિલકવાડાં ફોરેસ્ટ વિભાગમાં જાણ થતા તિલકવાડાં ફોરેસ્ટ વિભાગનાં હરપાલ સિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થર પર પહોંચી ગયા હતા અને ૧૩ ફૂટનાં મહાકાય મગરને રેસ્ક્યુ કરીને કેવડયા કોલીની ખાતે ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવેલ છે. હાલ તિલકવાડા નદીમાં 40 થી વાધુ મગર વસવાટ કરે છે અને અવારનવાર મગર દેખાય છે. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
Advertisement :
નર્મદા જિલ્લાનાં તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.
Advertisement