નર્મદા રાજપીપળા ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છતાં સરકાર દ્વારા અનલોક કરી રાજ્યની આંતર જિલ્લા અને આંતર રાજ્યોની ચેકપોસ્ટ પણ ખુલ્લી મૂકી દીધી છે. જે લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ હવે છૂટછાટ મળતા પ્રવાસનાં મૂડમાં આવ્યા છે. એટલે ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓની પહેલી પસંદ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય છે. હજી પણ દરરોજનાં 200 થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. પરંતુ જ્યાં ફરજ પર હાજર પી.એસ.આઈ કે.કે પાઠક દ્વારા ચેકીંગ કરી પૂછપરછ કરવામાં આવતા આવા પ્રવાસીઓને પ્રવેશ ના આપી સમજાવી હાલ પ્રવાસન સ્થળ બંધ છે પ્રવેશ નિષેધ છે. એમ કહી પરત કાઢવામાં આવે છે.
આ બાબતે માહિતી આપતા પી.એસ.આઈ કે.કે. પાઠકે જણાવ્યું હતું કે હજી પણ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઘણા પ્રવાસીઓ આવે છે. પરંતુ કેવડિયા ખાતે નર્મદા માતાના મુર્તિ પાસે પોલીસ અધિક્ષક હિમકર સીહ સાહેબનાં સુચનાથી અમારા પોલીસ સ્ટાફ સાથે ખુબ જ ગંભીર પૂર્વક ચકાસણી કરી પુછપરછ કરી સ્ટેચ્યુ જોવા આવેલા લોકોને પાછા મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 200 થી વધુ પ્રવાસીઓની ગાડી પરત કરી છે. જયારે પ્રવાસી ધુવિલ પટેલનું કહેવું છે કે અમને ખબર નહોતી કે બધું બંધ હશે કેવડિયા પહોંચ્યા પછી નર્મદા માતાજીની મૂર્તિ પાસે પોલીસે ચેકીંગ કરી પૂછપરછ કરતા ખબર પડી કે સ્ટેચ્યુ બંધ છે. એટલે કેવડિયાથી પરત જઈએ છે.
મોન્ટુ શેખ, રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અનલૉક વચ્ચે પણ પ્રવાસીઓ આવતા પોલીસે પાછા મોકલ્યા.
Advertisement