નર્મદા રાજપીપળા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી હાલ એટલે કે જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે જે આ સીઝનની સૌથી મહત્તમ સપાટી છે. ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાણીની આવક થતાં આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધનાં રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસનાં ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધની જળ સપાટી સ્થિર છે પરંતુ હાલ જે નર્મદા બંધનાં જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. એટલે કે ગઈ સીઝનનાં સારા વરસાદનાં પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત થઇ રહ્યો છે. ગુજરાતને આ વીજઉત્પાદનમાંથી 16 ટકા, મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. હાલમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવે છે. આ બાબતે સરદાર સરોવરનાં ડાયરેક્ટર પી.સી.વ્યાસએ જણાવ્યું હતું કે
નર્મદા બંધનાં જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે.
મોન્ટુ શેખ,રાજપીપળા