Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

લોકડાઉનમાં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે પધરામણી દીધી છે. ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાત્રે ભારે પવનો સાથે રાજપીપળામાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. કેટલાક લોકોએ પ્રીમોન્સૂનની તૈયારીઓ ન કરી હોય ઘરોમાં વાછટ આવતા પાણી ઘુસી ગયા હતા જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ તેમજ નર્મદા ડેમમાં પણ પૂરતું પાણી છે ત્યારે આગામી ચોમાસામાં વધુ પાણીની આવક થશે ત્યારે ડેમ પણ છલોછલ ભરાઈ જવાની આશા છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ગોધરા શહેરમા ધમધમતા વિસ્તારમા આવેલી મોબાઇબ શોપમા ચોરીની ઘટનાથી ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર : ગાર્ડનસિટીના ગરબા આયોજકો સવાણીબંધુઓ સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!