Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દર્દી સાજો થતાં આજે રજા અપાઇ.

Share

રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વાગડીયા સાઈટ પર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતાં ૨૫ વર્ષિય સરજુભાઈ સુરેશભાઈ વિષકરમા આજે સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. ત્યારે સાજા થઈને પોતાના ઘરે જઈ રહેલાં આ દર્દીને મેડિકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૨૩ પોઝિટિવ કેસો પૈકી સાજા થયેલા કુલ -૧૯ દર્દીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કુલ- ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. તદઉપરાંત ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આજે ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે. નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી જુન,૨૦૨૦ ના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-૫૫૦૬૯ વ્યક્તિઓનું ડોર ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં કફના- ૪૯ દર્દીઓ, તાવના -૩૫ દર્દીઓ અને ડાયેરિયાના-૨૯ દર્દીઓ સહિત કુલ-૧૦૪ જેટલા દર્દીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ગરીમીનો પારો ૩૯ ડિગ્રી એ પોહચ્યો…

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં માતાએ બે દીકરીને આપી ઝેરી દવા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ, બંને દીકરીના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!