Proud of Gujarat
GujaratFeaturedINDIA

પીએમ મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે:વિજય રૂપાણી

Share

 


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિરીક્ષણ મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમાના નિર્માણ થકી તેમની સ્મૃતિને સદા જીવંત રાખવાનો પ્રયાસ છે. દેશના કરોડો નાગરિકોના પ્રેરણાસ્ત્રોત એવા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ પ્રતિમારૂપે હંમેશ માટે જીવંત રહેશે, ઉપરાંત  સરદારની વિશાળ પ્રતિમા દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે’ એમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે  સરદાર સરોવર બંધ ખાતે આકાર લઇ રહેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની નિરીક્ષણ મુલાકાત સમયે જણાવ્યું હતું. તેમણે પ્રતિમાના ઝડપથી થઇ રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ કે.કૈલાસનાથન, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી એસ.એસ. રાઠોર, જિલ્લા કલેકટર આર.એસ. નિનામા પણ જોડાયા હતા.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૮૦ ટકા નિર્માણ કાર્ય સંપન્ન થયું છે.કોંક્રીટની કામગીરી બાદ બે તબક્કામાં ઝડપભેર પ્રતિમાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રતિમાના નિર્માણથી કેવડીયા સ્થિત સરદાર સરોવર દુનિયાના મહત્વના પ્રવાસનધામરૂપે વિકાસ પામશે એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સાધુ બેટ ખાતે પ્રતિમાના નિર્માણની સાથોસાથ આકાર લઇ રહેલા સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન, મેમોરિયલ ગાર્ડન અને તથા સરદાર પટેલના જીવનકવન, રાષ્ટ્ર માટેના યોગદાન અને પ્રતિમાના નિર્માણના પ્રારંભથી અંત સુધીની તબક્કાવાર કામગીરી દર્શાવતા વિશાળ મ્યુઝિયમ-પ્રદર્શન વિષે જાણકારી આપીને વિશ્વસ્તરની આ સુવિધાઓ દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રતિમાના નિર્માણકાર્યમાં અત્યાર સુધી રૂા.૨૩૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ પ્રતિમામાં ૨૫ હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરાયો છે જેમાં ૧૮ હજાર મેટ્રિક ટન લોખંડના સળીયા અને ૭ હજાર મેટ્રિક ટન લોખંડનો સ્ટ્રક્ચરમાં ઉપયોગનો સમાવેશ થાય છે તેમજ ૯૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું અને આ પ્રતિમા સ્થળે દરરોજ ૧૫ હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે, તેવી વિગતો આપી હતી.
ભારતના પ્રવાસે આવતો દુનિયાનો કોઇ પણ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા વિના પરત નહિ જાય એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે,દેશને એકસૂત્રમાં બાંધનાર અને એકતાના પ્રતિક એવા સરદાર પટેલની દુનિયાની સૌથી ઉત્તુંગ પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે. આગામી ૩૧મી ઓક્ટોબર- ૨૦૧૮ ના રોજ સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાનું લોકાર્પણ થાય તે દિશામાં આગળ વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ નર્મદા ડેમ સાઇટ ખાતે સાધુ ટેકરી પાસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની થઇ રહેલી ઝડપી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતુ.અને આ પ્રોજેકટ સાથે જોડાયેલી અન્ય આનુષાંગીક કામગીરી-પ્રવૃત્તિઓ સંદર્ભે પણ તેમણે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટના આ પ્રોજેકટની ઝડપી પ્રગતિથી મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રીએ પ્રતિમાના કન્સ્ટ્રકશન સંદર્ભે એક વિશેષ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું,અને સમગ્રલક્ષી કામગીરીથી વાકેફ થયા હતા.નિગમના વરિષ્‍ઠ અધિકારીઓ અને ઇજનેરો સાથે પ્રતિમાના નિર્માણ કાર્ય અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ પ્રતિમા નિર્માણના યાર્ડની પણ મુલાકાત લીધી હતી.

 
આ પ્રસંગે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રોજેક્ટની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની સાથે નિગમના ટેકનીકલ ડિરેક્ટર પી.વી.નાગપરા,ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા,પ્રદેશ અગ્રણી ભરતસિંહ પરમાર, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી,જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ,જિલ્‍લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, નિગમના મુખ્ય ઇજનેર પી.સી.વ્યાસ,અધિક્ષક ઇજનેર એચ.આર. કાનુનગો સહિતના ઇજનેરો વગેરે પણ સાથે જોડાયા હતાં.


Share

Related posts

સુરત-રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે બંધ-હજારો લોકોને પડશે ભારે હાલાકી……

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

વડોદરા કલેકટર કચેરીએ ઓમિક્રોન વાયરસ અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!