પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં માલસામોટ ગામે ખાતા નંબર-૧૭૪ માં આવેલ તમામ સર્વે નંબર વર્ષ ૧૯૫૪ માં માલસામોટ ઞામને હાઉસીંગ સોસાયટી બનાવવા આપેલ પરંતુ હાઉસીંઞ સોસાયટી ના બનતા વર્ષ ૧૯૯૭ થી આ જમીન સરકાર હસ્તક થઈ ઞયેલ પણ સાલ ૧૯૫૪ થી આ જમીન પર સ્થાનિક આદિવાસીઓનો હક્ક અને ભોગવટો છે. આ જમીનના આધારે ૪૦-૫૦ પરીવારો પોતાનુ જીવન નિર્વાહ કરી રહ્યા છે તેવા સંજોગોમાં ડેડીયાપાડા પ્રાંત અધિકારી અને મામલતદારે આ જમીન ખાલી કરવાની નોટીસ આપતા આદિવાસીઓમાં ભારે નારાજગી ઉભી થઈ છે. આ નોટિસ અંગેની જાણ થતાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માલસમોટ ખાતે દોડી ગયા હતાં. તેમને લોકોની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ જમીન પર તમારો હક છે ૧૯૫૪ માં માલસામોટ ગામે સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા હાઉસીંગ સોસાયટી બનાવવા જમીન સંપાદન થઈ હતી પરંતુ તે જમીન 1997 માં શ્રી સરકાર થઈ ગઇ છે. પરંતુ આદિવાીઓનાં પૂર્વજોની આ જમીન પર હાલમાં પણ એ પરિવારો જમીન ખેડે છે. જેથી મે તાત્કાલિક પ્રાંત અધિકારી અને મામતદારને જાણ કરી છે કે કેવડીયા જેવો આંદોલન ના થાય એ માટેની તકેદારી રાખજો આ 40 પરિવારોને જમીન વગરના નહિ થવા દવ હું મુખ્ય મંત્રીને રજૂઆત કરીશ.
મોન્ટુ શેખ, રાજપીપળા
દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.
Advertisement