રાજપીપળા નર્મદા જિલ્લાનાં રાજપીપળા કેવડીયા જતા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર 2 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં, જ્યારે ગફલતભરી રીતે ફૂલ સ્પીડથી આવી રહેલા કાર ચાલક સાથે 3 વર્ષીય બાળકને ગંભીર ઘાયલ હાલતમાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. નર્મદા જિલ્લાનાં પોલિસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે રાતના 10 કલાકે રાજપીપળા નજીકના વાવડી ગામ ખાતે આવેલા હરિસિદ્ધિ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરતો ગણપત અંબુભાઈ સોલંકી (ઉ.વ.45 રહે.લુણા,તા:વાલિયા) બાઈક (GJ 16 B 09682) પર ગરુડેશ્વરનાં અકતેશ્વર ગામની મહિલા માનુબેન બાબુભાઇ તડવીને બેસાડીને ગરુડેશ્વર પેટ્રોલ પંપ પર રાત્રે 9 વાગ્યાનાં અરસામાં જઈ રહ્યા હતા દરમિયાન ફૂલવાડી અને સમારીયાની વચ્ચે રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ ગફળતભરી રીતે ફૂલ સ્પીડથી રાજપીપળાથી કેવડિયા તરફ જઈ રહેલા કાર ચાલકે (GJ 22 H 7722) એમને પાછળથી ટક્કર મારી હતી. દરમિયાન કાર પણ 2-3 પલતી મારી હતી અને સાથે સાથે બાઇક પણ 100-150 ફૂટ સુધી ઘસડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ગણપત અંબુભાઈ સોલંકી અને માનુબેન બાબુભાઇ તડવીનું ગંભીર ઇજાઓને લીધે ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર યુવાન અમિત રાજેન્દ્ર પટેલ અને એના 3 વર્ષીય પુત્રને (રહે.મેઈન બજાર કેવડિયા કોલોની) ગંભીર ઘાયલ હાલતમાં વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માત મામલે રાજપીપળા પોલીસે કાર ચાલક અમિત રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ બંને મૃતકોનાં મૃતદેહને મોડી રાત્રે પી.એમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, પી.એમ બાદ મૃતદેહોને એમના પરિવારજનોને સોંપણી કરાઈ હતી. આ બાબતે રાજપીપળા ટાઉન પી આઇ રાઠવાએ જણાવ્યું હતું કે લાઈટનાં ફોકસનાં કારણે આ અકસ્માત થયો છે. નર્મદા જિલ્લામા બનેલો સ્ટેટ હાઇવે પર મારવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો રાજપીપળાથી કેવડીયા તેમજ તિલકવાડથી રાજપીળા સુધી તમામ લાઈટ બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન છે જેના કારણે અવારનવાર અક્સ્માત બનતા હોય છે ભરૂચ ખાતેથી સ્ટેટ હાઇવેની મુલાકાત લેવામાં અધિકારીઓ નિષ્ફળ સાબિત થયા છે.
મોન્ટુ શેખ, રાજપીપળા