નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળામાં રખડતાં ઢોરોનો ભારે ત્રાસ છે. રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લામાં એકપણ ગૌશાળા ન હોય ખાસ કરીને પ્રાણીઓ જયારે બિમારીમાં સપડાય છે ત્યારે તેને સારવાર આપવી ખુબ જ કઠિન થઇ પડતી હોય છે.પશુ દવાખાનુ છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓને લીધે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ નથી અને ફરતી પશુ વાનને પણ કોઈ કોલ કરે ત્યારે આવતી હોય કોઈને કોલ કરવાની પણ ફુરસદ નથી.પણ હા રસ્તે કણસતા જાનવરોનાં વિડિઓ બનાવી સોસીયલ મીડિયામાં મુકવાનો સમય જરૂર મળે છે. રાજપીપળા સંતોષ ચોકડી જેવા ભરચક અવરજવરવાળા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી એક ગાય કણસતી પડી હતી.
આ ગાયનો કોઇ માલિક ગાયની દયનીય હાલત જોઇ ત્યાં ફરક્યો જ નહોતો.આ ગાય અંગે એનિમલ વેલફેર વાળાને જાણ થતા એક મહિલા કર્મચારીએ ગાયને સારવાર આપી હતી.પરંતુ ત્રણ દિવસ સુધી કોઈમાં માનવતા ન દેખાઈ. જોકે આ બાબતની જાણ SPCA નાં મેનેજીંગ કમિટી મેમ્બર આશિક પઠાણ સહિત જીવદયાની કામગીરી કરતા પ્રેમ વસાવાને થતાં તે ત્યાં પહોંચી ગયા હતાં અને ત્વરીત પશુદવાખાનાનાં તબીબ નિરવ, તેમજ ડૉ.રિજવાન સહિતની ટીમ આવી પહોંચી હતી તેમણે તપાસ કરતા ગાયને ડાયેરિયાના કારણે વીકનેસ હોવાનું તેમજ વિપુલ પ્રમાણમાં પ્લાસ્ટીક ખાધુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ રાજપીપળાથી આ અશક્ત ગાયને યોગ્ય સારવાર મળી રહે એ માટે વડોદરા જિલ્લાનાં કરજણ ખાતેની ગૌશાળામાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. પ્રાણી ક્રૂરતા અત્યાચાર નિવારણ (SPCA) કમિટી પાસે લાખો રૂપિયાનુ ભંડોળ છતાં જિલ્લામાં ગૌશાળા નથી. નર્મદા જિલ્લામાં ધણા સમયથી ગૌશાળા બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે,પરંતુ યેનકેન પ્રકારે કાવાદાવાઓમાં ગૌશાળા બનતી નથી. નર્મદા જીલ્લો મહારાષ્ટ્રને અડીને બોર્ડરનો જીલ્લો હોય પશુઓની તસ્કરી પણ મોટા પ્રમાણમાં થાય છે.રખડતાં ઢોરોનો પણ ભારે ત્રાસ છે ત્યારે એક ગૌશાળા હોવી ખુબ જ જરૂરી છે. SPCA (પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ)નર્મદા પાસે લાખો રૂપિયાનું ભંડોળ પણ છે છતાં તેનો કોઇ જ યોગ્ય ઉપયોગ થતો નથીં જે આશ્ચર્યની વાત છે. નર્મદા વહીવટી તંત્રમાં આવતી SPCA કમિટીની વર્ષમાં એકાદ મિટીંગ મળે છે ચર્ચા વિચારણા કરી છુટા પડે છે.આ કમિટીનાં અધયક્ષ નર્મદા જિલ્લા કલેક્ટર છે ત્યારે આવી ઘટના બાદ કમિટીની તાત્કાલીક મિટીંગ બોલાવી જીલ્લામાં ગૌશાળાનું નિર્માણ થાય એ દિશામાં ત્વરીત પગલાં ભરવાં જોઈએ.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત જાહેર માર્ગો પર મરવા મજબુર.
Advertisement