Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યોની VNSGU યુનિવર્સિટીની પરીક્ષા બાબતે વિધાર્થિઓનાં હિતમાં નિર્ણય લેવાની માંગ સાથે NSUI નર્મદાનું આવેદન.

Share

રાજ્યોની VNSGU યુનિવર્સિટીની પરીક્ષાનાં નિણૅય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિધાર્થિઓના હિતમાં માસ પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવા માંગ સાથે NSUI નમૅદા તથા નાંદોદ વિધાન સભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર મનોજ કોઠારીને આવેદન પત્ર આપવામા આવ્યુ. જેમાં બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા નાહવામાં હોસ્ટેલમાં કોરોનાનો ચેપ ફેલાય શકે છે તથા સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જાય તો બપોરે તે જ બેન્ચ પર બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો કોરોના સંક્રમણ ફેલાય શકે અને પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓ કોલેજ બહાર ટોળા થાયને સંક્રમણ ફેલાય અને ટોળા થાય તો કલમ 144 નો ભંગ કહેવાય તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે. જેથી અમારી માંગ છે કે આ વર્ષે VNSGU તથા બીજી કોલેજોમાં માસ પ્રમોશન આપી પાસ કરવા આવેદનમાં જણાવ્યું હતું. જેમાં VNSGU નર્મદા પ્રમુખ નિકુંજ વસાવા તથા નાંદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા તથા NSUI ઉપપ્રમુખ મેહુલ પરમાર તથા મિતેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ડાકોરમાં ફરી વિવાદ : નીજ મંદિરની ગરીમાનો ભંગ થતો હોવાનો કરાયો દાવો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!