કોરોના મહામારીમાં લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપલાની તમામ મસ્જિદ ચાલુ કરવા આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારના દરેક નિયમનું પાલન કરવામાં આવશે. રાજપીપળા જામા મસ્જિદના પ્રમુખે જણાયું હતું કે જ્યારથી કોરોના વાયરસની મહામારીમાં ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ રાજપીપળામાં મસ્જિદના સરકારના નિયમ મુજબ નમાજ અદા કરતા આવ્યા છે. તા.8 મેના રોજથી સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થળ ખોલવામાં આવ્યા છે તે અમે પણ આજે રાજપીપળામાં જામા મસ્જિદ સરકારના તમામ ગાઈડલાઈન મુજબ આજે મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નમાજ પડવાનું ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને જેને પણ શરદી કે ખાંસી યા તાવ હોઈ તો એ વ્યક્તિએ મસ્જિદમાં નમાજ માટે આવું નહીં અને ૬૫ વર્ષના વ્યક્તિએ અને દસ વર્ષના છોકરાઓએ મસ્જિદમાં નમાજ પઢવા આવું નહીં એમણે ઘરે નમાજ અદા કરવાનું રહેશે.
આરીફ કુરેશી:- રાજપીપળા