કોરોના જેવી વૈશ્વિક મહામારીથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જ્યારે નર્મદાનાં કેવડીયા કોલોની ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી જોરશોરથી ચાલતા સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. જેમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાં હતાં. જેના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડતા કોંગ્રેસનાં 8 આદિવાસી ધારાસભ્યોએ પણ આ કામગીરીનો વિરોધ નોંધાવી રસ્તા પર ઉતરી પડયા હતા. તો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ ઘટનાને વખોડી સરકાર પર રોષ ઠાલવ્યો હતો. આદિવાસી નેતા અને ધારાસભ્ય છોટુ વસાવા તથા એમના પુત્ર મહેશ વસાવાએ પણ વિરોધ નોંધાવી પી.એમ મોદીને ફરિયાદ કરી હતી. તેમ છતાં વહીવટી તંત્રએ ફ્રેન્સિંગની કામગીરી ચાલુ જ રાખી હતી. આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં ડેપ્યુટી કલેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઉચ્ચ કક્ષાએથી આદેશ નહિ મળે ત્યાં સુધી કામગીરી ચાલુ નહિ થાય. નર્મદા કલેકટર અને અન્ય અધિકારીઓએ આ નિર્ણય લીધો હશે એટલે કામગીરી ગઈ કાલથી બંધ કરાઈ છે એમ જણાવ્યું હતું. સરકાર તરફથી રાજ્ય સરકારનાં ગૃહ મંત્રી પ્રદીસિંહ જાડેજાએ મીડિયાની સામે આવીને જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટે દ્વારા ચુકાદો આપવામાં આવ્યું છે તેમ છતાં રાતોરાત કામગીરી બંધ કરી સરકારે યુટર્ન લેતા લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ રાજ્ય સભાની ચુંટણી માટે દાવા ચાલુ થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીનાં 3 જેટલા ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સરકારને ઉંમર ગામથી અંબાજી સુધી આદિવાસી ધારાસભ્ય ભાજપ પાર્ટીમાંથી છેડોનાં ફાડે એના માટે સરકાર કોઈ રિસ્ક લેવા માનતી નથી તેવી ચર્ચોઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી.
મોન્ટુ શેખ, રાજપીપળા