રાજપીપળા પાસેના એક ગામની મહિલા નજીકનાં એક ગામનાં બસ સ્ટેન્ડમાં આવી ભૂખી તરસી બેઠેલી જોવા મળતા આ ગામનાં એક જાગૃત વ્યક્તિની નજર પડતા અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હકીકત જાણતા 76 વર્ષનાં આ વિધવા માતાને સંતાનમાં બે પરણિત પુત્ર છે પુત્રી સાસરીમાં છે. તેમના બંને દીકરા વૃદ્ધને વારાફરતી સાથે રાખે છે પરંતુ પૂરતી કાળજી રાખતા નથી સમયસર પૂરતું ભોજન આપતાં નથી જેથી માટે કોઈવાર પડોશી પણ ચા પાણી કરાવે છે. છેલ્લા 5 દિવસથી તે ઘરેથી નીકળી 16 કિલોમીટર ચાલીને નજીકનાં એક ગામનાં બસ સ્ટેશનમાં નિરાધાર સ્થિતિમાં ભૂખ્યા તરસ્યા બેસી રહયા છે.તેથી અભયમ ટીમે આ વૃદ્ધાને તેમના દીકરાઓ પાસે મુકવા જણાવતા તેમણે ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી જણાવ્યું કે મારે તેમની સાથે રહેવું નથી દીકરાની વહુઓ જમવાનું આપતાં નથી અને મારઝૂડ કરે છે જેથી બાકીની જિંદગી હું આમ બહાર જ રહીશ. ત્યારબાદ અભયમ ટીમે તેમના ગામ અને દીકરાનું નામ જાણી ગામ સરપંચ સાથે વાત કરી તેમના દીકરાનો મોબાઈલ નંબર મેળવી તેમની સાથે વાત કરતા દીકરા એ પણ એમ જણાવેલ કે તેઓ બા ને સાથે રાખવા માંગતા નથી એમ કહી ફોન કટ કરી દેતા અભયમ ટીમ બા ને લઈ તેમના ગામ પહોંચી ત્યારબાદ તેમના દીકરાને સમજાવ્યો કે માતાની કાળજી લેવાની તમારી સામાજિક, કાયદાકીય ફરજ છે. આ ઉપરાંત તેમની જમીન, ઘર વગેરેમાંથી તમે આવક મેળવો છો તો પોતાની માતાને રાખવામાં શું વાંધો છે..? આમ જણાવતા દીકરો અને વહુએ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી માતાને સાથે રાખવા સંમત થતા આખરે સુખદ સમાધાન આવ્યું હતું.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા, નર્મદા