Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એક જ પરિવરનાં ૩ સભ્યોએ કોરોનાને આપી માત જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસનાં ૧ દર્દી સારવાર હેઠળ છે.

Share

રાજપીપળા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાનાં મયાસી ગામનાં ૩૭ વર્ષિય પ્રફુલભાઇ પરસોતમભાઇ પટેલ, ૨૯ વર્ષિય તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવારનાં ૩ સભ્યોએ કોરોનાને માત આપતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દર્દીઓને મેડીકલ સ્ટાફે તાળીઓનાં ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૯ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દર્દીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૧ દર્દી સારવાર હેઠળ છે. રાજપીપળાનાં નાંદોદ તાલુકાનાં મયાસી ગામના કોરોના મુક્ત થયેલા દર્દી પ્રફુલભાઇ પટેલ કહ્યું કે, અમારા એક જ પરિવારનાં ત્રણેય સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો એટલે હું પહેલા તો ગભરાઇ ગયો હતો. પરંતુ કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી પડી તેમજ ડૉક્ટર અને સ્ટાફનો સહકાર અમને સતત મળતો હતો.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા, નર્મદા

Advertisement

Share

Related posts

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ખીણમાં કાર ખાબકતા 7 નાં મોત

ProudOfGujarat

વડોદરા : પાણીગેટ વિસ્તારમાં વીજ કંપનીની ટીમોનુ ચેકિંગ, 25 લાખની વીજ ચોરી ઝડપાઈ.

ProudOfGujarat

રશિયા સાથે યૂક્રેનના યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવાની વાલીઓની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!