સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ પર્યટક સ્થળો ખોલવા અંગે કલેક્ટર અસમંજસ છેલ્લા 2 મહિનાથી નર્મદા જિલ્લામાં રોજગાર માટે લોકો ફાંફા મારવા માંડ્યા. વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસનાં કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લામાં કોઈ નાના મોટા ઉધોગોનાં હોવાથી લોકો રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. આજે જિલ્લા કલેક્ટર મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૧/૦૬/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ચા ના ગલ્લા ખોલવાની કેટલીક શરતો સાથે પરવાનગીઓ આપવામાં આવી છે. પરંતુ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુના પર્યટક સ્થળોને ખોલવા અંગે અસમંજસ નર્મદા વહીવટી તંત્ર જોવા મળ્યું હતું. જિલ્લા કલેકટરે જાહેરનામામાં ૦૧/૦૬/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે જિલ્લાના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સમગ્ર નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં રાત્રીના ૯:૦૦ કલાકથી સવારના ૫:૦૦ કલાક સુધી આવશ્યક પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવરજવર સખ્તાઈપૂર્વક બંધ રહેશે. સમગ્ર નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૦૭.૦૦ કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે. ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં વંચાણ-૨ના હુકમમાં જણાવેલ નેગેટિવ લિસ્ટ સિવાયની તમામ આર્થિક પ્રવૃતિઓ નગરપાલિકા હદ વિસ્તારમાં સવારના ૮:૦૦ કલાકથી રાત્રીના ૭:૦૦ કલાક સુધી અને નગરપાલિકા હદ બહારના વિસ્તારમાં સવારના ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. કામદારો/ કર્મચારીઓ/ દુકાન માલિકો કે જેઓના રહેઠાણ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે તેઓ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન છોડી બહાર જઈ શકશે નહીં. GSRTC ની બસ સેવાઓ કાર્યરત રહી શકશે. ખાનગી બસ સેવાઓ ૬૦% બેઠક ક્ષમતા (60% seating capacity and no standing) સાથે GSRTC જેવી જ Standard Operating Procedures ના પાલન સાથે ચાલુ રાખી શકાશે. રમતગમત સંકુલ અને સ્ટેડીયા(Stadia) ચાલુ રાખી શકાશે. કાર્યક્રમના પ્રસારણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહી. પરંતુ પ્રેક્ષકો અને જનમેદની એકઠી થવા પર પ્રતિબંધ રહેશે. શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા નક્કી કરેલ વિસ્તારોમાં શેરી વિક્રેતાઓ કામગીરી તા.૦૮-૦૬-૨૦૨૦ થી ચાલુ કરી શકશે. આ અંગેની વિગતવાર Standard Operating Procedures શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા તૈયાર કરવાની રહેશે.તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચીંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે. તેમ છતાં વહીવટી કચેરીઓ ચાલુ રાખી શકાશે. હોટેલ અને ક્લબ તા.૦૮-૦૬-૨૦૨૦ થી Standard Operating Procedures મુજબ ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ અને ખાનપાનની દુકાનો તા.૦૮-૦૬-૨૦૨૦ થી બેઠક વ્યવસ્થામાં સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ચાલુ રાખી શકાશે. શોપિંગ મોલ્સ અને મોલ્સમાં આવેલી દુકાનો તેમજ રીટેલ દુકાનો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે તા.૦૮-૦૬-૨૦૨૦ થી ચાલુ રાખી શકાશે. ઉદ્યોગો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ૧૦૦% ની ક્ષમતાથી ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થળો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે તેમજ Standard Operating Procedures મુજબ તા.૦૮-૦૬-૨૦૨૦ થી ચાલુ રાખી શકાશે. પરંતુ કાર્યક્રમ/વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. લગ્ન સમારંભોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૫૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. સ્મશાનયાત્રાઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. ચા-કોફીની દુકાનો ચાલુ રાખી શકાશે. પાનની દુકાનો ચાલુ રાખી શકાશે. પરંતુ આવી દુકાનો પરથી ચીજવસ્તુઓ ખરીદી સીધી ઘરે જ લઈ જવાની રહેશે. આ પ્રક્રિયામાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. (Only Takeaway allowed with social distancing).વાળંદની દુકાન, સલૂન, બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ચાલુ રાખી શકાશે. તેવી જ રીતે ગ્રંથાલયો બેઠક વ્યવસ્થાની ક્ષમતાના ૬૦% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે. ઓટો રીક્ષાની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. કેબ અને ટેક્ષીની સેવા, ખાનગી કારમાં ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. જો બેઠક ક્ષમતા ૬ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર સિવાય ૩ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. દ્વિચક્રીય વાહનો ડ્રાઈવર સિવાય ફક્ત એક જ મુસાફર સાથે અવરજવર કરી શકશે. ખાનગી કચેરીઓ સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ચાલુ રાખી શકાશે. આમ છતાં “વર્ક ફ્રોમ હોમ” સિધ્ધાંતને પ્રોત્સાહન આપવુ. તમામ રીપેરીંગની દુકાનો, ગેરેજીસ, વર્કશોપ્સ અને સર્વિસ સ્ટેશન્સ ચાલુ રાખી શકાશે. તમામ સિનેમાગૃહો, વ્યાયામશાળાઓ, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, મનોરંજન પાર્ક, જાહેર બગીચાઓ, ક્લબ, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વીય સ્થળો, અન્ય પ્રવાસન સ્થળો, નાટ્યગૃહો, સભાગૃહો, સભાખંડો તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રાખવા. તમામ સાંસ્કૃતિક અને નાટ્યગૃહોના કાર્યક્રમો(cultural, theatre programs) બંધ રહેશે. માલવાહક પરિવહનની અવરજવરને સમગ્ર જિલ્લામાં મંજૂરી આપવામાં આવે છે. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ(co-morbidities), સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે. જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તેમજ મુસાફરી દરમ્યાન તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે. માસ્ક (Face Cover) નહીં બાંધનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા રૂ.૨૦૦ નો દંડ વસૂલાવામાં આવશે. કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેરમાં થૂંકનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા રૂ.૨૦૦ નો દંડ વસૂલવામાં આવશે. તેવી જ રીતે તમામ વ્યક્તિઓએ એકબીજાથી ઓછામાં ઓછુ ૬ ફુટ અંતર જળવાય તે મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુ વિગેરેનું સેવન પ્રતિબંધિત રહેશે.શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ નો સિધ્ધાંત અનુસરવો. તેમજ કચેરીઓમાં સોશીયલ ડિસ્ટન્સ રાખવું.
મોન્ટુ શેખ, રાજપીપળા