કોરોના વાયરસની મહામારીમાં લોકો ખૂબ પરેશાન અને આર્થિક રીતે તૂટી પડ્યા છે લોકડાઉન-૪ જાહેર થયેલ છે ત્યારથી ધંધા રોજગાર પર ખૂબ માઠી અસર જોવા મળી છે. એવા સંજોગોમાં પાલિકાના કર્મચારી દ્વારા રાજપીપલા શહેરમાં જે પણ જાહેરમાં થૂંકે છે અને જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરે છે એવા લોકોને પાલીકા ટીમ દંડ ફટકારે એ સ્વાભાવિક છે પરંતુ કેટલીક જગ્યાએ અમુકને ખોટી રીતે હેરાન કરી દંડ વસુલ કરનારા આ કર્મચારીઓ ખુદ આ કાયદાનું પાલન કરતા નથી તેવી વાત પણ જાણવા મળી છે. આ બાબતે એક દુકાનદારે જણાયું હતું કે મારી દુકાનમાં સોશ્યિલ ડિસ્ટન હોવા છતાં અને મે પણ માસ્ક પહેર્યું હોવા છતાં પાલિકાના કર્મચારી તાનાશાહી વાપરીને ઉચ્ચ અધિકારીની ધમકી આપીને મારી પાસે દંડ વસૂલ કર્યો હતો. દુકાનની અંદર દુકાનદાર ગ્રાહકને સોશ્યિલ ડિસ્ટન્સથી સેલિગ કરી રહ્યો હતો અને દુકાનદારનાં પણ મોઢા પર માસ્ક પણ હતું છતાં રાજપીપળા પાલીકાનાં કર્મચારી જબરજસ્તીથી રસીદ ફાડીને પૈસાની ઉઘરાણી કરી હતી. દુકાનદારે આ કર્મચારીઓને કહ્યું પણ ખરું કે મારી દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જ ગ્રાહક બેઠા છે છતાં કેમ મને દંડ કરાયો.?? લોકડાઉનમાં દુકાનનો ધંઘો થતો નથી અને આવા એક બે ગ્રાહક આવે છે તો પાલિકાના કર્મચારી આવી રીતે હેરાન કરે છે હવે અમારે શું કરવું પાલીકા કહે તો અમે ધઘો બંધ કરી ભૂખે મરીયે. જોકે આ બાબતે પાલીકા કર્મચારીને દુકાનદારે કહ્યું હતું કે મારી દુકાનમાં ગ્રાહક સોશ્યિલ ડિસ્ટનસથી બેઠા છે તો પાલીકાનાં કર્મચારી એ દુકાનદારને જણાવ્યું કે અમને અમારા સાહેબે કીધુ છે કે દુકાનમાં બે થી વધુ ગ્રાહકનાં હોવા જોઈએ. પાલીકાનાં પ્રમુખને આ બાબતે એક પત્રકારે ફરિયાદ કરી તો પ્રમુખે જણાયું હતું કે ચિફ ઓફિસર ખુદ આવું કરાવે છે તે મને ખબર નથી અને જો ચિફ ઓફિસર રજા પર ગયા હોય તો મને તો જાણ કરે હું આ બાબતે કઈ જાણતી નથી. પત્રકારો સાથે ખોખો. બીજી તરફ લોકડાઉન દરમિયાન એક પત્રકારે પાલીકામાં જઈ રોજ કેટલાક વ્યક્તિઓને દંડ કરે છે..? ગુજરાત સરકારની ગાઈડ લાઇન અને પાલીકા ગાઈડ લાઇન વિશે મૌખિક માહિતી માંગી ત્યારે ત્યાં હાજર કર્મચારીએ લેખિતમાં આપવા જણાવતા લેખિત આપ્યા બાદ થોડીવારમાં માહિતી મળશે તેમ જણાવ્યું ત્યારબાદ બે કલાક બાદ આ માહિતી લેવા ગયા તો હાજર કર્મચારી એ ના પાડી કે ચિફ ઓફિસરે માહિતી આપવાની ના પાડી છે. તમે ફોન કરીને પુછી લો. પત્રકારે ચિફ ઓફિસર જયેશ પટેલને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે “હું રજા ઉપર છું અને કામમાં છુ” જેવો ઉડાઉ જવાબ આપ્યો હતો ઉપરાંત ઇન્ચાર્જ સી.ઓ પ્રશાંત પરીખને ટેલિફોનિક વાત કરતા આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે “હું આ બાબતે જવાબ નહીં આપી શકું.”તમે જયેશ પટેલને પૂછો એક બે દિવસમાં મને ખ્યાલ ન આવે”. જો પત્રકારોને આવા ઉડાઉ જવાબ મળતા હોય તો સામાન્ય પ્રજાનું શું થાય..?? પાલીકાની આવી કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે પત્રકારો લોકડાઉનમાં કેટલો દંડ વસુલ કર્યો તે બાબતે લેખિતમાં માહિતી લેવા ગયા તયારે પાલિકા કચેરીમાં જ કેટલાક કર્મચારીઓ વિના માસ્ક નજરે ચઢ્યા હતા તો શું કાયદા ફક્ત પ્રજા માટે જ છે? જો કાયદો બધા માટે લાગુ પડતો હોય તો પાલીકાનાં કર્મચારીઓને કેમ આ કાયદાનું પાલન નથી કરતા અને તેમને આ માટે કોણ દંડ કરશે તેવી લોક ચર્ચા ઉઠી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા