નર્મદા યુથ કોંગ્રેસે ગુજરાતમાં ઊંચી ફી વસુલાત ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરતું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):ગુજરાત સરકાર દ્વારા ફી અધિનિયમ અંતર્ગત એક કાયદો બનાવ્યો છે.એ કાયદાને ખાનગી શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોવાના આક્ષેપ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે લગાવ્યો છે.અને નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલાત ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરતું ગુજરાતના રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણમંત્રીને સંબોધતુ આવેદનપત્ર યુથ કોંગ્રેસે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી નિપા પટેલને આપ્યું હતું.
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,ઉપપ્રમુખ અતુલ તડવી,NSUI પ્રદેશ મંત્રી મોઇન શેખ,રજનીશ તડવી,ચંદ્રકાન્ત પરમાર,ગૌતમ વસાવા,અમિત માલી,જીજ્ઞેશ પરમાર સહિતના કાર્યકરોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી ના નામે ઉઘાડી લૂંટ ચાલવાઈ રહી છે.ખાનગી શાળાના સંચાલકો વાલીઓને ડરાવી-ધમકાવી ફી ભરવા દબાણ કરે છે.જે કોઈ પણ ખાનગી શાળા સંચાલક નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલે છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.RTE એક્ટ હેઠળ 45,000 બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે.જો આ બાળકોને પ્રવેશ નહિ અપાય અને ફી અધિનિયમનો અમલ નહિ કરાય તો યુથ કોંગ્રેસે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચમકી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકો ડરાવી-ધમકાવીને વાલીઓ પાસેથી ફી લે છે:નર્મદા યુથ કોંગ્રેસ
Advertisement