રાજપીપળામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં અધિકારીઓ કેટલાક ગ્રાહકો સાથે જાણે ઓરમાયું વર્તન રાખતા હોય એમ ગ્રાહકોની ફરિયાદ ફક્ત ફરિયાદ કેન્દ્રનાં ચોપડામાં જ લખાયેલી રહી જાય છે. પરંતુ આ બાબત પર કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
રાજપીપળા શહેરમાં સૌથી મોટી તકલીફ કાળઝાળ ગરમીમાં લો વોલ્ટેજની સમસ્યા હોય તેવા સમયે વીજ કંપનીનાં અધિકારીઓ આડેધડ ચાલતા એસી બાબતે કોઈ જ કાયદાકીય પગલાં લેતા નથી. જોકે આ એસીનાં કારણે કેટલાય ગ્રાહકોને ગરમીમાં લો વોલ્ટેજ આવવાની વારંવાર ફરિયાદો ઉઠવા છતાં એ ગ્રાહકનું કોઈ સાંભળતું નથી તેની પાછળ અમુક અધિકારીઓનો અંગત ફાયદો જવાબદાર હશે તેમ લાગે છે. દરબાર રોડ પર રહેતા એક ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે છેલ્લા 3 દિવસમાં ત્રણ વખત વીજ કંપનીનાં ફરિયાદ કેન્દ્ર ઉપર ફરિયાદ લખાવી જેમાં તારીખ 23 મે એ તેમનો ફરિયાદ નં.10 હતો, 24 મે ના રોજ 09 નંબરથી ફરિયાદ લખાઇ અને 25 તારીખે સવારે આપેલી ફરિયાદનો નં.04 હોવા છતાં તેમની લો વોલ્ટેજની તકલીફ વીજ કંપની દ્વારા આજદિન સુધી દૂર કરાઈ નથી અને આ વિસ્તારમાં વારંવાર ઓળખીતા ગ્રાહકો અથવા કોઈક અંગત ફાયદા ખાતર વાયરોના લોડ બદલી બીજા ગ્રાહકોને હેરાનગતિ કરાઈ રહી હોવાની વાત સાંભળવા મળી હોય તેવા સમયે આ ગ્રાહકના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ચાલતા એસી જે તે વિસ્તારનો લોડ ખેંચી લેતા હોવાની વેટ વીજ કંપનીના અધિકારીઓ જાણતાં હોવા છતાં તેવા ગ્રાહકો સામે પગલાં ન લેવાતા અન્ય ગ્રાહકો લો વોલ્ટેજની તકલીફમાં મુકાય છે ત્યારે એ ગ્રાહકોની ફરિયાદો પર ધ્યાન અપાતું નથી. જોકે આ બાબત ઉચ્ચ અધિકારીઓ પણ જાણતા હોવા છતાં કેમ મૌન સેવી રહયા છે શું ઉપરથી નીચે દરેકની મિલીભગત છે..? સુરત મુખ્ય કચેરીમાં એક પણ ઈમાનદાર અધિકારી હોઈ તો રાજપીપળા વીજ કંપનીમાં ચાલતા એક તરફી વહીવટ અને લાલીયાવાડી બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા