કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારે લોકડાઉન અમલી બનાવ્યું છે.જેને પગલે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે.ખાસ કરીને આમા ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનો મરો થયો છે. જ્યારે સંપૂર્ણ લોકડાઉન ખુલશે, બધું સામાન્ય હશે ત્યારે લાઈટ બિલ, શાળાની ફી સહિત અનેક વેરા એક સાથે ભરવા ગરીબ અને મધ્યમ વર્ગ માટે અઘરું સાબિત થશે. ત્યારે કોંગ્રેસે આ બાબતે વિચારી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની વ્હારે આવી છે.નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, નર્મદા જિલ્લા કોંગ્રેસ આગેવાન જીજ્ઞેશ કોન્ટ્રાક્ટરે નાંદોદ મામલતદારને આવેદનપત્ર આપી લોકોની સહાય માટે લેખિતમાં માંગ મૂકી છે.અને આ રજુઆત ઉચ્ચ કક્ષાએ પહોંચે એવી લાગણી વ્યક્ત કરી છે. માર્ચ 2020 થી એપ્રિલ 2020 સુધીના તમામ લોકોના વિજબીલ માફ કરવામાં આવે.ગરીબ મધ્યમવર્ગ પરિવારના તમામ વેરા અને નાના વેપારીઓના ધંધાના વેરા માફ કરવામાં આવે.ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફી ની રકમની સહાય કરે.ખેડૂતો માટે સરકાર કૃષિ ધિરાણ પરત કરવાની મુદત વધારે, ઓટો રિન્યુઅલ અમલમાં મૂકી વ્યાજ માફ કરે.
મોન્ટુ શેખ
રાજપીપલા
રાજપીપળા : લોકડાઉનને પગલે કોંગ્રેસે ગુજરાતની જનતાની સહાય માટે સરકાર પાસે કરી આ માંગ જાણો.
Advertisement