હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી હોય આ બાબત ચિંતાજનક છે. આ માટે કોઈ દવા રસી હજુ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આયુર્વેદ ઉકાળો એક સારો વિકલ્પ હોય જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા અન્ય વાયરસોથી બચાવ થઈ શકતો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખાસ ઉકળાનું વિતરણ થઈ રહ્યું છે જેમાં નર્મદનાં વડા મથક રાજપીપળા ખાતે પણ હાલ આ વિતરણ શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજપીપળા રજપૂત ફળીયાનાં જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે ફળીયાનાં અન્ય યુવાનો દ્વારા સોમવારે વિના મૂલ્યે ઉકાળા વિતરણ કરાયું હતું. આ યુવાનોએ તેમના ફળીયામાં ઘરે ઘરે જઈ ઉકાળો વિતરણ કરી એક પણ ઘર કે વ્યક્તિ બાકી ના રહે તેની ખાસ કાળજી રાખી 50 લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું.
આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
Advertisement