Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આજથી રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા પાંચ દિવસ ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જ બે હજાર લીટર ઉકાળાનું વિતરણ કરાયું હતું.

Share

કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે “આયુર્વેદિક ઉકાળો” રાજપીપળાનાં દરેક વોર્ડમાં આજે તા.25 મે થી તા.29 મે સુધી પાંચ દિવસ વિતરણ કરાશે. આ ઉકાળો “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા” દ્વારા તેમના સમાજની વાડીમાં બનાવી સ્વામી વિવેકાનંદ ગ્રુપ અને રોટરી કલબ ઓફ રાજપીપળા દ્વારા વિતરણની કામગીરી કરવામાં આવી છે. આજથી જિલ્લા આયુર્વેદ વિભાગનાં સહયોગથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા ઉકાળા વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં આજે પહેલા દિવસે બે હજાર લીટર ઉકાળો બનાવી વિતરણ કરાયો હતો.ઉકાળા વિતરણમાં આજે ઈદ હોય રોજા પૂરા થતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ પણ આયુર્વેદ ઉકાળાનો લાભ લીધો હતો.

આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના માંડવા ગામ ખાતે અગાઉ ની રીસ રાખી કેટલાક શખ્સો એ ધસી જઇ મકાન માં તેમજ વાહનો માં તોડફોડ કરી એક મોટરસાયકલ ને સળગાવતા એક સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે ઉપસરપંચની ચુંટણી મોકુફ રાખવા ચુંટાયેલા ૩ સભ્યોની માંગ.

ProudOfGujarat

ભરૂચમાં ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ, દહેજ માર્ગ પર ટાયરો સળગ્યા, વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!