હાલ કાળઝાળ ગરમીમાં પાણી ખૂબ મહત્વની બાબત છે ત્યારે રાજપીપળા શહેરનાં કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર તકલીફ હોવાની બુમ સંભળાતા અવારનવાર પાલીકા પ્રમુખ કે મુખ્ય અધિકારી પાસે ફરિયાદો પહોંચતા બે ચાર દિવસ પૂરતું પાણી મળે છે ત્યારબાદ ફરી એકદમ ઓછા પ્રેસરથી પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ નગરપાલિકા પાણી વેરા સહિતનાં વેરા વધારવા વિચારે છે ત્યાં બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીની તકલીફ હોવાની ફરિયાદ બાદ પણ તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. જેમાં ખાસ દરબાર રોડ, માલી વાડ સહિતનાં અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની તકલીફ હોવાની બુમ ઉઠી છે. આવા કેટલાય વિસ્તારોમાં બે ટાઈમ પૂરતું પાણી મળતું નથી, ત્યારે અમુક વિસ્તારોમાં ભરપૂર પાણી મળતા રેલમછેલ જોવા મળતી હોય ત્યાં રોજીંદુ હજારો લીટર પાણી માર્ગો કે ગટરોમાં વહી જાય છે માટે પાલીકાનાં મુખ્ય અધિકારી આ બાબતને ગંભીરતાથી લઈ શહેરનાં કયા વિસ્તરોમાં પાણીની તકલીફ છે અને ક્યાં રેલમછેલ છે એ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા