1 રુટ પર પાંચ હજારની ખોટ ખાતું નર્મદા એસ.ટી નિગમ
રાજપીપલા નર્મદા કોરોના વાઇરસ ને લઈને હાલ ચોથું લોકડાઉન લાગુ કર્યું છે. ત્યારે સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવા આવ્યું જેમાં બસ સેવાઓ ચાલુ કરવામાં આવી. નર્મદા જિલ્લામાં પણ દક્ષિણ ઝોન માં 22 રુટ ચાલુ કરવામાં આવી. પરંતુ બીજીબાજુ બજાર 4 વાગ્યા સુધી દુકાન ખોલવાના નિયમ વચ્ચે ગામડાઓ માંથી કોઈ રાજપીપલા આવવા તૈયાર નથી. જેને લઈને બસ સેવા બે મહિને ચાલુ તો થઈ ખરી પણ ખોટ કરી રહી છે. જે સ્થાનિક જિલ્લામાં 22 રુટ ફરે છે. ત્યારે એક બસ પાછળ 5 હજાર થી વધુ નું ડીઝલ વપરાય છે. અને ડ્રાઈવર અને કંડકટર નો પાંગર જુદો પણ ખોટ કરતા પણ હાલ ST બસો દોડી રહી છે. રાજપીપલા ડેપો ના સંચાલકો દ્વારા બસ વધુ નફો કરે એ માટે સુરત અને ભરૂચ ના રુટ શરૂ કર્યા છે. એટલે કે સવારે 7 વાગે અને 11 વાગે રાજપીપલા થી ભરૂચ બસ ઉપડસે જ્યારે 8.30 કલાકે નાસિક વાળી જે બસ છે પરંતુ જે લાંબા રૂટ પર ફરતી બસ માં પણ માત્ર 4 થી 5 મુસાફરો જ જતા હાલ ST નિગમ ને હજારો રૂપિયા ની ખોટ થઈ રહી છે.રાજપીપલા ST બસ સ્ટેસશન પર ચેક કરતા બસ માત્ર 4 મુસાફરો જોવા મળ્યા હતા .
બોક્સ:- તારા પટેલ(બસ મહિલા કંડકટર) એ જણાવ્યું કે લોકો ને સેવા કરવા માટે જ બસ ચાલુ કરવામાં આવી છે. હાલ ખોટ માં ચાલે છે પણ લોકો ને બસ ઉપયોગી થાય છે.
મોન્ટુ :- રાજપીપલા