Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા એલસીબી-એસઓજી એ દેવલિયા પાસે 16 લાખના મુદ્દામાલ સાથે ટાયરો ચોરતી ગેંગને ઝડપી પાડી.

Share


વડોદરા રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાની સીધી સૂચનાથી નર્મદા એલસીબી-એસઓજી એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું,ટ્રકોની તાડપત્રી ચીરી અંદરનો મુદ્દામાલ ચોરતી ગોધરાની ગેંગના 3 સભ્યો ઝડપાયા.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા એલસીબી-એસઓજી પોલીસે સોમવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હાઇવે પર ટ્રકોની તાડપત્રી ચીરી અંદરનો મુદ્દામાલ ચોરતી ગોધરાની ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા હતા.બાદ 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાની સીધી સૂચનાથી નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા અને આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક અચલ ત્યાગીને મહારાષ્ટ્ર બોર્ડર પસાર કરી ડેડીયાપાડાથી રાજપીપળા થઈ ગરૂડેશ્વર ચોકડી પસાર કરી દેવલિયા ચોકડી તરફ શંકાસ્પદ ટાયરો ભરેલી એક સફેદ કલરની ટ્રક જતી હોવાની બાતમી મળી હતી.આ બાતમીને આધારે નર્મદા એલસીબી પોસઈ એ.ડી.મહંત,એસઓજી પોસઇ એચ.જી.ભરવાડ.તિલકવાડા પોસઈ એ.એસ.વસાવા સંયુક્ત રીતે બાતમી વાળી દેવલિયા ચોકડી પાસે સોમવારે વોચ રાખી ઉભા હતા.દરમીયાન ત્યાંથી બાતમી વાળી ટ્રક નંબર GJ 06 ZZ 8720 આવતા એને રોકી અંદર બેઠેલા લોકોને ગાડીમાં શુ ભરેલું છે એ મામલે પોલિસે પૂછતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો.બાદ પોલીસે ટ્રકમાં ચેકીંગ કરતા એમાંથી કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગરના જુદી જુદી સાઈઝના જુદા જુદા સિરિયલ નંબર વાળા 201 નંગ ટાયરો મળી આવ્યા હતા.અંતે પોલીસે (1)ફૈઝલ હુસેન ઢેસલી રહે.ચુચાલા પ્લોટ,ગોધરા (2)સંજય વસરામ વણકર રહે.સામલી (3)ખાલિદ મુસ્તાક ઢુંડિયા રહે.એહમદનગર ગોધરા સામે ગુનો નોંધી 8,39,200 રૂપિયાના ટાયર,8 લાખની ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 16,50,370 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે હાઇવે ઉપર અવારનવાર ઘણી જગ્યાએ આવી ચોરોની ટોળકી દ્વારા ટ્રકોમાંથી તાડપત્રી ચીરી અંદરનો મુદ્દામાલ ચોરાતો હોવાની ઘટના બનતી હોય છે.તો આવી જ ચોરીના 3 ઈસમો પકડાઈ જવાથી અન્ય ચોરીના ભેદ ઉકેલવા માટે નર્મદા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા ચોકડી ઉપરથી નશાયુક્ત માદક પદાર્થ ગાાંજાના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ એસ.ઓ.જી એ ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ : દુષ્યંતભાઈ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ પરથી અજાણ્યા ઈસમ દ્વારા હજારોની ઠગાઇ કરાઇ : ધારાસભ્યએ તાત્કાલિક એક્શન લીધુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં એકતાનગરના વિવિધ મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!