Proud of Gujarat
GujaratINDIALifestyle

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

Share

રાજપીપલા નર્મદા કોરોનાની વૈશ્વિક મહામારી બચવા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસને સની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર ભારતભરમાં એક માત્ર હોવાની માન્યતા છે કહેવાય છે કે શની દેવ જયારે નર્મદા તટે તપ કરવા આવ્યા હતા ત્યારે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતી પણ તેમની સાથે અહીઁ આવ્યા હતા અને તેથી વિશ્વમાં આ એક એવું મંદિર છે કે જે બે મજલી છે અને નીચેના માળે શની દેવ અને ઉપરના માળે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતીનું મંદિર છે. આજે કોરોના મહામારીમાં લોકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા જેમાં આજે શનિદેવ મંદિર પણ બંધ છે. પરંતુ શનિ જ્યંતીના કારણે મંદિરના મહન્તો દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી આજના દિવસે નર્મદા કિનારે આવેલ શનિદેવના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો પોતાની શનિની પનોતી ઉતારવા આવે છે. જોકે લોકડાઉન માટે મંદિરના મહન્તો દ્વારા શનિદેવ મંદિરે કેક કાપી ઉજવણી કરવામાં આવી. ભક્તો એક પણ ન આવ્યા ત્યારે કહી શકાય કે જે વિશ્વમાં રહેલા ભક્તો શનિદેવનાં પ્રકોપથી દૂર રહેવા શનિદેવની પૂજા કરે છે એ જ શનિદેવને આજે પોતાની જ પનોતી નળી હોઈ તેમ ભગવાનને પણ બંધ મંદિરમાં રહેવા મજબુર બન્યું છે. જોકે લોકડાઉનમાં મહન્તો ભક્તો પણ નિરાશ થયા છે. શનિદેવ મંદિરના પૂજારી કશ્યપ ભટ્ટનાં મોબાઇલ પર ભક્તોએ વિડિઓ કોલિંગ કરી શનિદેવ દાદાનાં દર્શન કર્યા હતા.

મોન્ટુ શેખ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ઓવરલોડ ગાડીઓ બાબતે ફરિયાદ કરનારને ધમકી

ProudOfGujarat

ભરૂચ : કરજણ શિનોરનાં સાધલી ગામે હાર્દિક પટેલનું વિજય સંકલ્પ સંમેલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!