ભારત સરકાર અને રાજ્ય સરકાર સંકલનમાં રહીને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આજે બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો અને ધંધાર્થીઓને વતન બિહાર જવા રવાના કરાયા હતા. નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામા રહેતા -૧૩૬ શ્રમીકો અને ધંધાર્થીઓ તમેજ દેડીયાપાડામાં રહેતા-૬ અને સાગબારા તાલુકાના-૨ મળી કુલ ૧૪૪ શ્રમીકોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમના વતન બિહાર જવા રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ પરપ્રાંતિય પ્રવાસી શ્રમીકો અને ધંધાર્થીઓને રાજપીપલા બસ સ્ટેશનથી ૪ બસો દ્વારા વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. જયાંથી તેઓ સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જવા રવાના થશે. નાંદોદ તાલુકાના મામલતદારશ્રી ડી.કે.પરમારે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રહી ધંધો રોજગાર કરતાં બિહારના કુલ ૧૪૪ શ્રમીકો, ધંધાર્થીઓને આજે રાજપીપલાથી ૪ બસ મારફતે વડોદરા અને વડોદરાથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર રવાના કરવામાં આવ્યા છે. આ તમામ શ્રમીકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને સુકો નાસ્તો, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પોતાના માદરે વતન જનાર મુસાફરો એ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
મોન્ટુ શેખ
રાજપીપલા