Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તડવી સમાજની જમીનો બચાવવા ભાજપનાં યુવા નેતા મેદાને આવ્યા.

Share

રાજપીપળા કોરોના નાં સંકટ વચ્ચે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનાં વિસ્તારોમાં ફેનસિંગ કામગીરીને લઈને સ્થાનિક આદિવાસીઓ ખૂબ રોષે ભરાયા છે.સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ફેનસિંગ કામગીરી દરમિયાન ઘર્ષણના બનાવો બનતા બનતા રહી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.એ વિસ્તારમાં નિગમ દ્વારા થતી કામગીરી બાબતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે એ બાબતનો એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ નિગમમાં અધિકારીઓને ચેતવણી આપતો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે.જિતેશ તડવીએ વીડિયોમાં નિગમના અધિકારીઓને સંબોધતા જણાવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં તમને ફેનશીંગની કામગીરીમાં કેમ રસ છે.તડવી સમાજે સરદાર સરોવર પ્રોજેકટના નિર્માણમાં કેટલો ભોગ આપ્યો છે, તમે એમની સાથે છેતરપિંડી કરો છો એ નિંદનીય છે.છેલ્લા 7 દાયકાથી આ સમાજ અસરગ્રસ્તોનાં લાભ માટે માંગણી કરે છે છતાં તમે ઉચ્ચ અધિકારી સરકાર સમક્ષ સારી રજુઆત નથી કરી,આટલો મોટો ડેમ સરદાર સરોવર ડેમ બન્યો હોવા છતાં અહીંનો વિસ્તાર ખેતી નાં પાણી માટે વલખા મારે છે એ તમારા માટે શરમની બાબત કહેવાય.અધિકારીઓના પાપે જ આવા બધા પ્રશ્નો ઉદભવે છે.તમારામાં કોઈ આવડત જ નથી.3 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે જો કલેકટર સમક્ષ સ્થાનિકોને રોજગારી અને અસરગ્રસ્તોને પેકેજ બાબતે એક્શન પ્લાન બન્યો હોત તો આ પ્રશ્નો ઉભા થયા જ ન હોત.આ વિસ્તારમાં મત્સ્યઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે છે.તમે અમારા સમાજને ફક્ત અભણ અને મજબૂર સમાજ તરીકે જ જુઓ છો.એ તમારી ભૂલ છે.તમને ચેતવણી આપીએ છીએ કે આ 6 ગામમાં કોઈ કાર્યક્રમ થશે તો આખો આદાવાસી સમાજ 6 ગામ સાથે ઉભો થશે.સરદાર સરોવર પ્રોજેકટ એક છે તો પેકેજમાં કેમ વિસંગતતા લાવો છો.આ સમાજની માતાઓ વિધવા બની છે, યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.તમે લારી ગલ્લાઓ પણ હટાવી લીધા.આ જ સમાજને લીધે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ બન્યો છે, સરકારને આવક થઈ છે તો કોઈ પેકેજની તમારી કોઈ ફરજ નથી.ફરિયાદ નિવારણ કચેરી કાર્યરત છે, અરજીઓ ધૂળ ખાય છે એ કચેરી કોઈ કાર્ય કરતી નથી,એમા પણ મિલી ભગત છે કોઈ પ્રશ્ન હલ થતા નથી.અસરગ્રસ્તોને તમે હાલની પરિસ્થિતિને જોઈને લાભ આપો.નિગનામાં કર્મચારીઓએ એકલો ભ્રષ્ટાચાર કર્યો છે, અમે હવે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીશું, ચૂપ નહિ બેસીએ.એક વાર લોકડાઉન પતવા દો દેશ પરથી કોરોના સંકટ ટળવા દો પછી અમારે જે કરવાનું છે એ અમે કરીશું જ.

મોન્ટુ શેખ
રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ ખાતેના એક મકાનમાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

આફ્રિકા : કાંગોમાં નદીમાં હોડી પલટતાં 51 લોકોના મોત: 69 લોકો લાપતા

ProudOfGujarat

રાજપીપળા : પોઈચા ચોકડી પાસે ટ્રકમાં પંકચર પડતા ચાર લૂંટારુઓએ ટ્રક ચાલક પાસેથી 10 હજારની લૂંટ કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!