રાજપીપલા નર્મદા લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાં હુમલા થઇ રહયા છે, પોલીસ વિભાગ દ્વારા સરકારનાં સીધા માર્ગદર્શન હેઠળ ખોટા કેસ કરી પત્રકારોને ફસાવવામાં આવી રહયા છે, અભિવ્યક્તિની આઝાદી અને વાણી સ્વતંત્રતાનાં અધિકારનું હનન થઇ રહયું છે ત્યારે નર્મદા જિલ્લાનાં પત્રકારો એ પત્રકારોનાં આરક્ષણ માટે અમદાવાદનાં પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત સાથેનું આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને સુપ્રત કર્યુ હતુ.મુખ્યમંત્રીને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્રમાં રાજયમાં પત્રકારોની કોઈ સલામતી નથી, પત્રકારો ઉપર હુમલા થવા, તેમના સામે ષડયંત્ર રચી ફસાવવા, પોલીસ વિભાગનું પત્રકારો સાથે અન્યાય દ્વેષ ભાવ યુક્ત વર્તનને વખોડી પત્રકાર સરકાર અને પ્રજાજનો વચ્ચે સેતુનું કામ કરી લોકશાહીનાં જતન માટે તમામ સ્તરે પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે પત્રકારોને દાસ દબાણમાં રાખવા ખોટા કેસ તેમના પર કરાઇ રહ્યા છે. ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલનાં પત્રકાર ધવલ પટેલ દ્વારા તા.7 મી મે ના રોજ લખાયેલા સમાચાર બાબતે દ્વેષભાવ રાખી તેની તા. 11 મી ના રોજ અટકાયત કરી છે અને રાજદ્રોહનો ગુનો નોંધેલે છે જે બાબત ખૂબ જ નિદનીય છે.આ સમગ્ર ઘટનાને વખોડી નર્મદા જિલ્લાના પત્રકરો આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
મોન્ટુ
રાજપીપલા નર્મદા