Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

Share

કોરોના વાયરસની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા. 25/3/20 થી 14/5/20 સુધીમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય ચાંપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ – 850 કેસો કરી કુલ 1651 વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.તેમજ લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહનો સાથે ફરતા કુલ – 1635 વાહનો ડિટેઇન કરી કુલ 320700 /- નો દંડ પેટે વસુલ કરયા છે. આમ લોકડાઉનનાં ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની પોલીસ તંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે. જેમાં ડ્રોન દ્વારા કુલ 58 અને સીસીટીવીના કુલ 66 બેઠકો સહિત 1651 ઇસમોની અટક કરવામાં આવી છે. નર્મદા પોલીસ દ્વારા જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરવા કટિબદ્ધ છે તેમ જ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પર હોવાનું જણાવ્યું છે.તેવું પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું છે.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે.

ProudOfGujarat

રાજપીપળા : આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બને તેવા એંધાણ : સરકારે માંગણીઓ નહીં સ્વીકારતા આગામી આંદોલન માટે રણનીતિ ઘડાશે.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ સફાઈ મજદૂર દિનની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!