કોરોના વાયરસને પગલે હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, બેન્કોનાં કર્મચારીઓ વડોદરા તેમજ વિવિધ જગ્યાએથી નર્મદા જિલ્લામાં આવતા જોવા મળ્યા. ગુજરાત સરકારે રાજ્યના જે તે વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કર્યા છે.રેડ ઝોનમાંથી ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં પ્રવેશ માટે ચોક્કસ કારણ હોય તો જ તંત્ર દ્વારા પરમિશન અપાય છે અને એ વ્યક્તિનું જે તે વિસ્તારમાં મેડિકલ ચેકઅપ પણ કરાય છે.ત્યારે રેડ ઝોનમાંથી અન્ય ઝોનમાં જિલ્લાની સરહદી ચેકપોસ્ટ અને બ્રિજ પરથી લોકો બેરોકટોક ન ઘુસી જાય એ માટે નર્મદા જિલ્લા જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. પરમિશન ન હોવા છતાં નર્મદા જિલ્લાના અમુક અધિકારીઓ વડોદરથી નર્મદામાં અપડાઉન કરતા હોવાની બુમો ઉઠી હતી.નર્મદા જિલ્લાનું વાતાવરણ ન બગડે એ માટે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા પીએસઆઈ કે.કે પાઠકને વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા પોઈચા બ્રિજ પર બંદોબસ્તમાં ગોઠવ્યા છે.હવે શનિવાર-રવિવારની રજા હોવાથી સોમવારે અન્ય જિલ્લાના વિવિધ શાખાના અધિકારીઓ નર્મદામાં પોતાની ફરજ પર આવતા હોય છે, જેથી પીએસઆઈ કે.કે પાઠક, આરટીઓ અધિકારી પી.વી.પટેલ અને એમની ટીમે સોમવારે વહેલી સવારથી જ પોઇચા બ્રિજ પરથી આવતા પરમિશન વગર પ્રવેશ કરતા અન્ય જિલ્લાના ખાનગી બેન્કના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ સહિત અન્ય શાખામાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને અટકાવી ત્યાંથી જ પાછા કાઢ્યા હતા.પોતાની કચરીઓમાં રોફ મારતા એ અધિકારીઓને એક પોલિસ અધિકારીએ કાયદાનો બરોબર પાઠ ભણાવ્યો હતો. નર્મદા જિલ્લામાં કેટલાક ખાનગી ડોક્ટરો પણ વડોદરાથી રાજપીપલા અપડાઉન કરતા જોવા મળ્યા હતા તેમને પોલીસે દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. આવા કોરોના યોદ્ધા પ્રજાનો વિચાર નહીં કરે તો નર્મદા જિલ્લો કોરોનાની ઝપેટમાં પાછો આવી જાય તો કઈ નવાઈ નથી. આ બાબતે નાંદોદ મામલદાર પરમારએ પણ નર્મદા જિલ્લામાં અપડાઉન કરતા અધિકારીઓ કર્મચારીઓ બેન્કોના કર્મચારીઓ પર નજર રાખવમાં ક્યાંક ઢીલા પડતા હોય તેવું લાગે છે પછી છેવટે તંત્ર ઘોડા છૂટી ગયા પછી તાળું મારશે નર્મદા જિલ્લાની બોર્ડરો પર તેવું લાગે છે
મોન્ટુ
રાજપીપલા નર્મદા